T20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલ માટે ચાર ટીમો નક્કી કરવામાં આવી છે.આજે એટલે કે રવિવારે રમાયેલી મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.આજની મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશ સામે પાંચ વિકેટે જીત નોંધાવી હતી અને એ સાથે જ તે ગ્રુપ-2ની ટોપર બની ગઈ હતી. હવે ભારત અને પાકિસ્તાન ગ્રુપ-2માંથી ક્વોલિફાય થયા છે, જ્યારે ગ્રુપ-1માંથી ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમો સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાં વધુ એક મોટો ઉલટફેર થયો છે. ગ્રુપ બીની મેચમાં નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને 13 રને હરાવ્યું હતું. આ સાથે ભારતે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. નોંધનીય છે કે, ટીમ ઈન્ડિયા ગ્રુપ બીમાંથી સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સાથે થશે.