ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું મેટ્રો રેલ નેટવર્ક બન્યું, બનાવ્યો રેકોર્ડ
ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું મેટ્રો રેલ નેટવર્ક બની ગયું છે. છેલ્લા 10 વર્ષમાં મેટ્રો રેલ નેટવર્ક ત્રણ ગણો વધ્યો છે. આજે 11 રાજ્યોના 23 શહેરોમાં મેટ્રો રેલ નેટવર્ક છે. 2014માં તે પાંચ રાજ્યોના માત્ર પાંચ શહેરોમાં હતું.