અંકલેશ્વર : મોબાઈલ સ્નેચિંગના ગુનામાં નાસતા ફરતા આરોપી સહિત ચોરીના મોબાઇલ લેનાર 2 ઇસમોને ભરૂચ LCBએ ઝડપી પાડ્યા
પાનોલી પોલીસ મથકના મોબાઈલ સ્નેચિંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને અન્ય ચોરીના 3 મોબાઇલ સાથે તથા ચોરીના મોબાઇલ વેચાણ-લેનાર 2 ઇસમોને 8 નંગ મોબાઈલ જેની કિંમત રૂ. 50 હજારના મુદ્દામાલ સાથે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા હતા.