સુરત : મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગનો પુણા પોલીસે કર્યો પર્દાફાશ, 17 મોબાઈલ સાથે 4 શખ્સોની ધરપકડ

સુરત શહેરની પુણા પોલીસે મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગના 4 સાગરીતોની 17 જેટલા મોબાઈલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • પુણા પોલીસે મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગની ધરપકડ કરી

  • આરોપીઓ પોલીસે પાસેથી 17 જેટલા મોબાઈલ જપ્ત કર્યા

  • ગેંગનો મુખ્ય સભ્ય રત્ન કલાકાર હોવાનું પણ સામે આવ્યું

  • સ્નેચિંગ બાદ ઈસમો મોબાઈલ લોક તોડાવી લોકોને વેંચતા

  • ગેંગના 4 સાગરીતોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી

Advertisment

સુરત શહેરની પુણા પોલીસે મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગના 4 સાગરીતોની 17 જેટલા મોબાઈલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરની પુણા પોલીસે બાતમીના આધારેમોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગના 4 સાગરીતોની ધરપકડ કરી છે. આ ગેંગનો મુખ્ય સભ્ય રત્ન કલાકાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે આરોપી શુભકમણ વિશ્વકર્મારાજેશ ઉર્ફે રાહુલ મકવાણારાહુલ માલી અને પારસ ગુર્જર પાસેથી 17 જેટલા મોબાઈલ જપ્ત કર્યા છે. મોબાઈલ સ્નેચિંગ કર્યા બાદ આ ઈસમો મોબાઈલનો લોક તોડાવી લોકોને વેચી દેતા હતા.

આ ટોળકીએ શહેરના વરાછાપુણાકાપોદ્રા અને સારોલી વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં મુખ્ય આરોપી શુભકમણ વિશ્વકર્મા સામે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 11 જેટલા ગુના નોંધાયેલા છેજ્યારે રાજેશ મકવાણા સામે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 5 ગુના નોંધાયા છેત્યારે હાલ તો પોલીસે મોબાઈલ સ્નેચિંગ કરતાં 4 સાગરીતોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment
Latest Stories