છેલ્લાં બે દાયકામાં સમુદ્રનો 21 ટકા હિસ્સો કાળો પડતાં વિજ્ઞાનીઓ ચિંતિત, દરિયાઈ જીવસૃષ્ટિ પર અસર
પૃથ્વીના 71 ટકા હિસ્સામાં સમુદ્ર ફેલાયેલો છે અને માત્ર 29 ટકા હિસ્સો જમીનનો બનેલો છે. હવે પૃથ્વીના 71 ટકા હિસ્સામાં ફેલાયેલાં સમુદ્રનો રંગ છેલ્લા બે દશકામાં 21 ટકા કાળો પડી ગયો હોવાનું જાણી વિજ્ઞાનીઓ ચિંતામાં પડ્યા છે.