નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં પાડોશી દેશોના નેતાઓને મોકલાયુ આમંત્રણ

લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ નરેન્દ્ર મોદી 9 જૂને સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. પહેલા 8 જુને શપથગ્રહણ સમારોહ યોજાવાનો હતો.સમારોહ માટે ભારતના પડોશી દેશોના નેતાઓને આમંત્રણ મોકલવામાં આવશે.

New Update
swearing-in ceremony

લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ નરેન્દ્ર મોદી 9 જૂને સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. પહેલા 8 જુને શપથગ્રહણ સમારોહ યોજાવાનો હતો. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર આ સમારોહ માટે ભારતના પડોશી દેશોના નેતાઓને આમંત્રણ મોકલવામાં આવશે.

જેમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, નેપાળના પીએમ પ્રચંડ અને મોરેશિયસ અને ભૂટાનના નેતાઓનો સામેલ થશે. શ્રીલંકાના રાષ્ટ્રપતિના મીડિયા વિભાગે પણ આ વાતની પુષ્ટિ કરી છે.નેપાળના પીએમ પ્રચંડે પણ પીએમ મોદીને ફોન કરીને શુભેચ્છા પાઠવી હતી. પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે આજે શપથ ગ્રહણ સમારોહ માટે અન્ય દેશોના નેતાઓને આમંત્રણ મોકલવામાં આવશે. આ પહેલા મંગળવારે (6 જૂન) ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ અડધી દુનિયાએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા.

Latest Stories