તાપી : બુટવાડાના ગ્રામજનો તોડશે કોરોનાની ચેઇન, સ્વૈચ્છિક લોકડાઉન કરવા લેવાયો નિર્ણય

New Update
તાપી : બુટવાડાના ગ્રામજનો તોડશે કોરોનાની ચેઇન, સ્વૈચ્છિક લોકડાઉન કરવા લેવાયો નિર્ણય

સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થતાં લોકો અને પ્રશાસન ચિંતિત બન્યું છે, ત્યારે તાપી જિલ્લામાં પણ વધી રહેલા કોરોનાના સંક્રમણને લઈ વાલોડ તાલુકાના બુટવાડાના ગ્રામજનો દ્વારા કોરોનાની ચેઇન તોડવાના ભાગરૂપે સ્વૈચ્છિક રીતે લોકડાઉન કરવાનો નિર્ણય લેવાતા ગામ સુમસામ ભાસી રહ્યું છે.

સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈ લોકોની ચિંતામાં વધારો થયો છે, ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકો પણ સ્વૈચ્છિક બંધનો નિર્ણય લઈ રહ્યા છે. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુટવાડા ગામના લોકો દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા લોકડાઉન કરી ગામમાં બહારથી આવતા લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો સાથે જ ગામના લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના ઘરે રહી બહાર ન જવાનો નિર્ણય કર્યો છે, ત્યારે કોરોના સંક્રમણની ચેઇન તોડવા જે રીતે હવે ગ્રામ્ય વિસ્તારના લોકો પણ જાગૃત થઈ રહ્યા છે તે એક સરાહનીય બાબત છે.

Latest Stories