તાપી : કોરોના દર્દીઓની સમસ્યા થશે અંશતઃ દૂર, જે.કે. પેપર મિલ દ્વારા શરૂ કરાયું કોવીડ કેર સેન્ટર

New Update
તાપી : કોરોના દર્દીઓની સમસ્યા થશે અંશતઃ દૂર, જે.કે. પેપર મિલ દ્વારા શરૂ કરાયું કોવીડ કેર સેન્ટર

કોરોનાના કપરા સમયે હોસ્પિટલોમાં ઓક્સિજનની ભારે ખેંચ વર્તાઈ રહી છે. જેના ઘણા માઠા પરિણામો પણ જોવા અને સાંભળવા મળ્યા છે, ત્યારે આ સમસ્યાને કેટલાક અંશે નિવારવા માટે અનેક સેવાભાવી સંસ્થા અને કોર્પોરેટ એકમો પણ સામે આવી રહ્યા છે. આવુ જ કંઈક તાપી જિલ્લામાં પણ જોવા મળ્યું છે. તાપીની પેપર મીલના સહયોગથી 50 જેટલા ઓક્સિજન બેડની સુવિધા સાથે કોરોનાના દર્દીઓ માટે કોવીડ કેર સેન્ટર શરૂ કરાયું છે.

કોરોનાના કપરા સમયમાં દર્દીઓ માટે હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે. આ કપરા સમયે ઓક્સિજન ક્યાંથી અને કેવી રીતે લાવવો એ તંત્ર સામે મોટો પડકાર છે, ત્યારે તાપી જિલ્લામાં આ સમસ્યા અંશતઃ દૂર કરવામાં તંત્રને સફળતા મળી લાગી છે. જિલ્લામાં આવેલ જે.કે.પેપર મિલના સહકારથી માત્ર 3 દિવસમાં પેપર મિલથી એક કિલોમીટરની ઓક્સિજન પાઇપ લાઈન નજીક આવેલ શાળામાં કોવીડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં દર્દીઓ માટે 50 જેટલા ઓક્સિજન બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે, ત્યારે આ કોવીડ કેર સેન્ટરની તાપીના સોનગઢ સહિત આસપાસના ગામોના કોરોના દર્દીઓ માટે એક મોટી રાહત સાબિત થશે તેમ છે.

Latest Stories