તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ચુનાવાડી ગામના જંગલ વિસ્તારમાંથી પ્રેમી પંખીડાના આત્મહત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. તાપી : ચુનાવાડી ગામે પ્રેમી પંખીડાએ કર્યું મોતને વહાલું, પોલીસ તપાસ શરૂ. મળતી માહિતી અનુસાર, ડોલવણ તાલુકાના ચુનાવાડી ગામના જંગલ વિસ્તારમાં ઝાડ સાથે દોરી બાંધીને યુવક અને યુવતીએ મોતને વહાલું કર્યું હતું. અગમ્ય કારણસર પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે ડોલવણ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી, બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં નવસારીનો રહેવાસી યુવક રસિક તાંબડી અને ડાંગની રહેવાસી મીનાક્ષી નામની યુવતી હોવાનું બહાર આવ્યું છે.