કરછ:ભુજવાસીઓ માટે ઉનાળો રહેશે આકરો!,જુઓ પાણી વિતરણ માટે શું લેવાયો નિર્ણય

New Update
કરછ:ભુજવાસીઓ માટે ઉનાળો રહેશે આકરો!,જુઓ પાણી વિતરણ માટે શું લેવાયો નિર્ણય

ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા પાણી વિતરણને લઈને આયોજન ઘડવામાં આવ્યું છે ભુજ સુધરાઈ દ્વારા આ ઉનાળામાં શહેરીજનોને દર ત્રીજા દિવસે પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કચ્છનું પાટનગર ભુજ શહેર પીવાના પાણી માટે નર્મદા આધારિત છે જેથી નર્મદાનું પાણી શહેરના ટાંકામાં સંગ્રહ કરવામાં આવે છે જ્યાંથી વિતરણ થાય છે પરંતુ શહેરમાં પાણીની સંગ્રહ ક્ષમતા ઓછી હોવાથી શહેરીજનોને સમયસર પાણી આપી શકાતું નથી.

ઉનાળા દરમિયાન પાણીનો પ્રશ્ન મુખ્ય હોય છે ત્યારે નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે,અમારી પ્રથમ પ્રાથમિકતાએ છે કે ભુજના લોકોને સમયસર પાણી મળી રહે,શિવકૃપા નગર પાસે 50 લાખ લીટર પાણીની ક્ષમતાનો ટાંકો બનાવાયો છે જેની મંજૂરીની ફાઇલ ગાંધીનગર મોકલી છે આ ઉપરાંત શહેરમાં નવા 4 અન્ડરહેડ પાણીના ટાંકા બનાવવાનું આયોજન છે આ ઉનાળામાં આપણે નર્મદા આધારિત છીએ એટલે દર ત્રીજા દિવસે પાણી આપીશું આવતા ઉનાળે પાણીની સંગ્રહ ક્ષમતા વધી જશે એટલે એકાંતરે પાણી આપીશું તેવું જણાવ્યું હતું.

Latest Stories