/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/16130740/maxresdefault-107-113.jpg)
સુરત શહેરમાં આવેલ સિંગણપોર શાકમાર્કેટ નજીક યુવતીની છેડતી કરનાર રોમિયોને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હોવાનો વીડિયો વાઇરલ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે.
મળતી માહિતી અનુસાર, સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલ શાકમાર્કેટ નજીકથી પસાર યુવતીની રોડ રોમિયોએ છેડતી કરી હતી, ત્યારે છેડતી કરનાર રોમિયોને રણચંડી બનેલી યુવતીએ જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. જોકે આસપાસમાં હાજર રહેલા લોકોએ મોબાઇલમાં વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.
સમગ્ર બનાવનો વિડીયો વાઇરલ થતાં શહેરભરમાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો. જેમાં યુવતીને ગંદા ઇશારા કર્યા હોવાના આરોપસર યુવકને ચંપલે-ચંપલે માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે મહિલાને સ્થાનિકોએ સમજાવ્યા બાદ રોમિયોને જવા દેવામાં આવ્યો હતો. ઉપરાંત રોમિયોને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસે પણ તપાસ હાથ ધરી છે.