લેપટોપ-કોમ્પ્યુટરની આયાતને લઈને લેવાયો એક મોટો નિર્ણય, આયાત પર મૂકાયો પ્રતિબંધ……..

કેન્દ્ર સરકારે 1 નવેમ્બર, 2023 સુધી લેપટોપ-ટેબ્લેટ અને પર્સનલ કોમ્પ્યુટરની આયાત માટે લાયસન્સની આવશ્યકતાના અમલીકરણને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

લેપટોપ-કોમ્પ્યુટરની આયાતને લઈને લેવાયો એક મોટો નિર્ણય, આયાત પર મૂકાયો પ્રતિબંધ……..
New Update

કેન્દ્ર સરકારે 1 નવેમ્બર, 2023 સુધી લેપટોપ-ટેબ્લેટ અને પર્સનલ કોમ્પ્યુટરની આયાત માટે લાયસન્સની આવશ્યકતાના અમલીકરણને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ અપડેટ એક ન્યૂઝ એજન્સીના અહેવાલ પછી આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સરકારે ઓર્ડર ઓછામાં ઓછા એક મહિના સુધી લંબાવ્યો છે. નોંધનીય છે કે, ગુરુવારે સરકારે જાહેરાત કરી હતી કે, લેપટોપ-ટેબલેટ અને પર્સનલ કોમ્પ્યુટરની આયાત માટે તાત્કાલિક અસરથી લાયસન્સ જરૂરી રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા હવે આ નિર્ણય પર પુનઃવિચાર કરવામાં આવ્યો છે અને નવા ધારાધોરણોને અનુરૂપ થવા માટે હિતધારકોને વધુ સમય આપવા માટે અમલીકરણ મોકૂફ રાખવામાં આવ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, 31 ઓક્ટોબર, 2023 સુધી લાયસન્સ વિના આયાત માટે પ્રતિબંધિત માલસામાનને મંજૂરી આપી શકાય છે. પરંતુ 1 નવેમ્બર પછી આવી વસ્તુઓની આયાત કરવા માટે માન્ય લાયસન્સ જરૂરી બનશે.

#India #Connect Gujarat #BeyondJustNews #technology #ban #import #Laptop #computers
Here are a few more articles:
Read the Next Article