ભારતના સન મિશન આદિત્ય એલ 1 માં લાગેલા પેલોડ સૂટએ સૂર્યની તસ્વીરો કેપ્ચર કરી છે. ઇસરોએ શુક્રવારે આ માહિતી આપી છે. ISRO એ પોતાના આધિકારીક X હેન્ડલ પરથી એક પોસ્ટમાં જણાવ્યું કે, "સ્યુટ પેલોડે અલ્ટ્રાવાયોલેટ તરંગલંબાઇ પાસે સૂર્યની ફૂલ ડિસ્ક ઈમેજ કેપ્ચર કરી છે. તસવીરોમાં 200થી 400 એનએમ સુધીની તરંગલંબાઇ પર સૂર્યની પ્રથમ ફૂલ ડિસ્ક રિપ્રેજેન્ટેશન સામેલ છે. તસવીરો સૂર્યના ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરની જટિલ વિગતો પ્રદાન કરે છે.'' ISRO એ સૌર વાયુમંડળનો અભ્યાસ કરવા માટે 2 સપ્ટેમ્બરે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી પોલર સેટેલાઇટ વ્હીકલ (PSLV-C57) દ્વારા આદિત્ય L1 મિશન લોન્ચ કર્યું હતું. મિશનનો ઉદ્દેશ્ય પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર દૂર લેગ્રેન્જ પોઈન્ટ 1 (L1) ની પ્રભામંડળ કક્ષામાં સ્થાપિત કરવાનો છે. લેગ્રેન્જ પોઈન્ટ અવકાશમાં એવા સ્થાનો છે જ્યાં જ્યારે કોઈ વસ્તુ મૂકવામાં આવે છે ત્યારે તેને લાંબા સમય સુધી ત્યાં રાખી શકાય છે. વૈજ્ઞાનિક જોસેફ લુઈ લાંગ્રેજ નામ પરથી આ પોઈન્ટનું નામ આપવામાં આવ્યું છે. સૂર્ય, પૃથ્વી અને ચંદ્રની સિસ્ટમમાં આવા પાંચ બિંદુઓ છે. L1 એ એક બિંદુ છે જ્યાંથી સૂર્યનું અવિરત અવલોકન 24 કલાક કરી શકાય છે.
આદિત્ય L1 મિશનના પેલોડ SUITમાં કેપ્ચર થઈ સૂર્યની તસ્વીરો, જુઓ શાનદાર નજારો.....
ભારતના સન મિશન આદિત્ય એલ 1 માં લાગેલા પેલોડ સૂટએ સૂર્યની તસ્વીરો કેપ્ચર કરી છે. ઇસરોએ શુક્રવારે આ માહિતી આપી છે.
New Update
Latest Stories