અંકલેશ્વર : સ્વામી વિવેકાનંદ સ્કૂલ કેમ્પસ ખાતે અંતરિક્ષ પ્રદર્શનનો પ્રારંભ કરાયો, 65૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો....

સ્વામી વિવેકાનંદ સ્કૂલ કેમ્પસ દીવા રોડ ખાતે સૌ પ્રથમ વાર ઇસરોનું વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું

New Update
અંકલેશ્વર : સ્વામી વિવેકાનંદ સ્કૂલ કેમ્પસ ખાતે અંતરિક્ષ પ્રદર્શનનો પ્રારંભ કરાયો,  65૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો....

અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ સ્કૂલમાં અંતરિક્ષ પ્રદર્શન યોજાયું

સ્વામી વિવેકાનંદ સ્કૂલ કેમ્પસ ખાતે સૌ પ્રથમ વાર ઇસરોનું પ્રદર્શન

પ્રદર્શનમાં 44 શાળાઓના 65૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

બે દિવસીય પ્રદર્શનમાં ઇસરોનાં વૈજ્ઞાનિકો પણ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ અને ઇસરો અમદાવાદ તેમજ BDMA, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્વામી વિવેકાનંદ સ્કૂલ કેમ્પસ ખાતે સૌ પ્રથમ વાર ઇસરોનું વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં અંતરીક્ષ વિજ્ઞાન અંગે રુચિ વધારવા સાથે ભારત દેશ દ્વારા અંતરીક્ષ ક્ષેત્રે કરેલી પ્રગતિ અંગે નાગરિકો અને વિદ્યાર્થીઓને માહિતગાર કરવા માટે અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ અને ઇસરો અમદાવાદ તેમજ બી.ડી.એમ.એ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્વામી વિવેકાનંદ સ્કૂલ કેમ્પસ દીવા રોડ ખાતે સૌ પ્રથમ વાર ઇસરોનું વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે અંતરિક્ષ પ્રદર્શનનું આજ રોજ જિલ્લા કલેકટર તુષાર સુમેરા અને જાણીતા ઉદ્યોગપતિ કે. શ્રીવત્સનના વરદ હસ્તે રિબિંગ કટિંગ થકી પ્રારંભ કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ૪૪ શાળાઓના ૬૫૦૦ વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ વિવિધ કૃતિઓ અંતરિક્ષ જ્ઞાન વિજ્ઞાન પ્રદર્શન ,અંતરીક્ષ મોબાઈલ વાન અને રોકેટ લોન્ચિંગ પેડનું નિદર્શન કર્યું હતું. આ બે દિવસીય પ્રદર્શનમાં ઇસરોનાં વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને વિવિઘ અંતરીક્ષ કાર્યક્રમો અંગેની માહીતી પૂરી પાડવા સાથે વાતોચિતો કરી હતી. આ પ્રદર્શનના ઉદ્દઘાટન સમારોહમાં અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ભુપેન્દ્ર શાહ, ઉપ પ્રમુખ હરીશ જોશી અને સેક્રેટરી ડો.મહેન્દ્ર પંચાલ સહિત આમંત્રિતો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

Latest Stories