કોરોનાના કારણે Auto Expo 2022 કરાયો સ્થગિત, જાણો વધુ

New Update

કોરોના વૈશ્વિક મહામારીની અસર ચારે બાજુ જોવા મળી રહી છે. જેના કારણે આ વખતે આગામી વર્ષે ઓટો એક્સપોનું આયોજન નહીં થાય. કોરોનાની ત્રીજી લહેરની આશંકાને જોતાં આયોજકોએ આ વર્ષે ઓટો એક્સપો નહીં યોજવાનો નિર્ણય લીધો છે.

આ વખતે ઓટો મોબાઈલ પ્રેમીઓને નિરાશ થવું પડશે, ગ્રેટર નોઇડામાં એક્સપો માર્ટમાં દર બે વર્ષે યોજાતા ઓટો એક્સપોને સ્થગિત કરી દેવાયો છે. ઓટો એક્સપોમાં દેશ-વિદેશના અનેક લોકો એકત્ર થાય છે, જેના પરિણામે સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાવાની બીકે સ્થગિત કરી દેવાયો છે.

સોસાયટી ઓફ ઈન્ડિય ઓટો મોબાઈલ મેન્યુફેક્ચરર્સના ડાયરેક્ટર રાજેશ મેનને જણાવ્યું કે, ભારતીય ઓટો એક્સપો 2022 ટાળવામાં આવ્યો છે. આગામી વર્ષે 2 થી 9 ફેબ્રુઆરી વચ્ચે ગ્રેટર નોયડામાં યોજાતા ઓટો એક્સપોને કોવિડ-19 મહામારીના કારણે અને વર્તમાન સ્થિતિને જોતાં આ નિર્ણય લેવાયો છે.

સિયામ મુજબ આ પ્રકારના આયોજનોમાં લોકો ખૂબ નજીકથી વસ્તું નીહાળે છે, જેથી કોરોના સંક્રમણનો ખતરો વધી જાય છે. આ મહામારીને ધ્યાનમાં રાખી ચાલુ વર્ષે ઓટો ઓક્સપોનું આયોજન સ્થગિત કરી દેવાયા છે. સિયામનું માનવું છે કે જો મહામારીની ત્રીજી લહેરનો વધારે પ્રભાવ નહીં જોવા મળે તો નવી તારીખ પર વિચારણા કરવામાં આવી શકે છે.

#Covid 19 #Auto Expo 2022 #Corona effect #Noida #Technology News
Here are a few more articles:
Read the Next Article