ફેસબુકનો આજકાલ લોકો બહોળા પ્રમાણમા ઉપયોગ કરતાં થઈ ગયા છે. સોસિયલ મીડિયા સાઇટ ફેશબુક પર તમને અવનવા લોકો અને ગ્રૂપ સાથે જોડાવવાની તક મળે છે. એટલુ જ નહીં પરંતુ તમે તમારા ફોટા અને રિલ્સ પર તમારા આઈ ડી પર મૂકી શકો છો. પરંતુ શું તમને ખબર છે કે અણુક કન્ટેન્ટ અને ટોપીકસ એવ છે જે તમને ઝેલ ભેગા પણ કરી શકે છે. જો તમને આ વિષે જાણકારી ના હોય તો આજે અમે તમને જણાવીશું જેથી કરીને તમે તમારી જાતને સુરક્ષિત રાખી શકો..
વાયલન્સ વિડીયો
વાયલન્સ વિડીયો ફેશબુક પર શેર કરવું તમને મોંધુ પડી શકે છે. આવા વિડીયો ઘણા આપતિજનક કન્ટેન્ટ ધરાવે છે જે તમને જેલ ભેગા કરી શકે છે. જેને લોકો પસંદ કરતાં નથી.
ક્રાઇમ વિડીયો
જો તમે કોઈ ક્રાઇમ વિડીયો ફેશબુક પર શેર કરી રહ્યા છો. તમારે ધ્યાન રાખવું જોઈએ કે આ વિડિયોમાં જે કઈ પણ દ્રશ્યો જે વાંધાજનક ન હોય. જો આમ હોય તો અનેક લોકોને આ કન્ટેન્ટ પસંદ આવતું નથી, અને તે વ્યકતી તમારા વિરુદ્ધ રિપોર્ટ કરે તો તમારે જેલ ભેગા પણ થવું પડે છે.
એડલ્ટ કન્ટેન્ટ
જો કોઈ વ્યક્તિ ફેસબુક પર સતત એડલ્ટ કન્ટેન્ટ પોસ્ટ કરી રહ્યું છે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય છે કારણ કે આમ કરવું એ જુલ્મની કેટેગરીમાં આવે છે.
વીડિયો પાયરેસી
જો તમે વીડિયો પાયરેસી સંલગ્ન કોઈ વીડિયો પોસ્ટ કરો તો તમારે જેલમાં જવાનો વારો આવી શકે છે. કારણ કે ભારતમાં વીડિયો પાયરસી જુલ્મ છે. તેનાથી ફિલ્મોની ખુબ નુકસાન પહોંચે છે.
એબ્યુઝીવ વીડિયો
જો તમે એવો કોઈ વીડિયો ફેસબુક પર શેર કરો છો જે એબ્યુઝીવ છે અને કોઈને તેના પર આપત્તિ છે તો આ વીડિયો તમને જેલમાં પહોંચાડી શકે છે. આવા વીડિયો ફેસબુક પર પોસ્ટ કરવાથી તમારે બચવું જોઈએ, નહીં તો તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.