Connect Gujarat
ટેકનોલોજી

શું તમને પણ ટ્વિટર પર એડ્સ જોવાનું પસંદ નથી? તો હવે તેના માટે ચૂકવવા પડશે પૈસા, જાણો રેટ....

એલોન મસ્કે એક Ads ફ્રી પ્લાન લોન્ચ કર્યો છે. અને બીજો Ads સપોર્ટેડ છે. કંપનીએ તેને પ્રીમિયમ પ્લસ અને બેઝિક નામથી લોન્ચ કર્યું છે

શું તમને પણ ટ્વિટર પર એડ્સ જોવાનું પસંદ નથી? તો હવે તેના માટે ચૂકવવા પડશે પૈસા, જાણો રેટ....
X

ટ્વીટર બ્લૂને ખતમ કર્યા બાદ એલોન મસ્ક એ એક્સ પ્રીમિયમ પ્લાનની શરૂઆત કરી હતી. તેના માટે 900 રૂપિયા ચૂકવવા પડે છે જેમાં યૂઝરને બ્લૂ ચેકમાર્ક સહિત બીજી સુવિધાઓ મળે છે. આ પ્લાનમાં લિમિટેડ Ads પણ બતાવવામાં આવે છે. જોકે હવે એલોન મસ્કે બે નવા પ્લન લોન્ચ કર્યા છે. જે લોકોને પ્લેટફોર્મ પર વધુ સુવિધા આપે છે. એલોન મસ્કે એક Ads ફ્રી પ્લાન લોન્ચ કર્યો છે. અને બીજો Ads સપોર્ટેડ છે. કંપનીએ તેને પ્રીમિયમ પ્લસ અને બેઝિક નામથી લોન્ચ કર્યું છે. હાલમાં કંપનીએ X પ્રીમિયમ પ્લસ અને બેઝિક પ્લાનને માત્ર વેબ વર્ઝન માટે જારી કર્યો છે.

એટલે કે આ હજુ મોબાઈલ પર નથી આવ્યું. એક્સ પ્રીમિયમ પ્લસ હેઠળ તમારે વાર્ષિક રૂપિયા 13,600 ચૂકવવાના રહેશે. જેનાથી તમને તમામ સુવિધાઓ મળશે અને તેમાં કોઈ પણ એડ 'ફોર યુ' અને 'ફોલ્લોવિંગ'માં તમને નહીં દેખાશે. એટલે કે, આ એક Ads ફ્રી પ્લાન છે. જેની મંથલી કોસ્ટ 1,300 રૂપિયા છે. X પ્રીમિયમ પ્લાનની કિંમત ભારતમાં મોબાઈલ પર મહિને રૂ. 900 અને વેબ પર રૂ. 650 છે. આમાં કંપની તમને તમામ રાઈટ્સ આપે છે અને તમે ક્રિએટર્સ પ્રોગ્રામમાં પણ ભાગ લઈ શકો છો. આ પ્લાન અને X પ્રીમિયમ પ્લસ વચ્ચે માત્ર એટલો જ તફાવત છે કે તમને નવા પ્લાનમાં એક પણ Ad નહીં દેખાશે.

Next Story