ડીપફેક સામે સરકાર એક્શન મોડમાં, અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા કંપનીઓ સાથે બેઠક કરી..!

મંત્રીએ કહ્યું કે સરકાર ટૂંક સમયમાં આવા ડીપફેક વીડિયો બનાવનારા અને હોસ્ટ કરનારા પ્લેટફોર્મ્સ માટે કાયદા અને દંડની જોગવાઈઓ કરવા જઈ રહી છે.

New Update
ડીપફેક સામે સરકાર એક્શન મોડમાં, અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા કંપનીઓ સાથે બેઠક કરી..!

ડીપફેકને લઈને કેન્દ્ર સરકાર હવે કડક વલણ અપનાવવા જઈ રહી છે. કેન્દ્રીય સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં તેની સામે મોટા પગલાં લેવા જઈ રહી છે.

મંત્રીએ કહ્યું કે સરકાર ટૂંક સમયમાં આવા ડીપફેક વીડિયો બનાવનારા અને હોસ્ટ કરનારા પ્લેટફોર્મ્સ માટે કાયદા અને દંડની જોગવાઈઓ કરવા જઈ રહી છે.

અશ્વિની વૈષ્ણવે આજે ડીપ ફેકના મુદ્દા પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને હિતધારકો સાથેની બેઠકની કરી હતી. ડીપ ફેક પર બોલતા અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ડીપ ફેક સમાજમાં એક નવા ખતરા તરીકે ઉભરી આવ્યા છે. મંત્રીએ કહ્યું કે અમારે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે અને અમે નક્કી કર્યું છે કે થોડા અઠવાડિયામાં અમે ડીપ ફેક્સને કાયદાકીય દાયરામાં લાવવા માટે ડ્રાફ્ટ તૈયાર કરવાનો પ્રયાસ કરીશું. તેમણે કહ્યું કે આજે વાટાઘાટો ચાર પાસાઓ પર કેન્દ્રિત હતી

• ડીપ ફેક ડિટેક્શન

• તેનું નિવારણ

• રિપોર્ટિંગ મિકેનિઝમ

• જાગૃતિ વધારવાની જરૂર છે

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આજે સોશ્યલ મીડિયા કંપનીઓ NASSCOM અને ડીપફેક સામે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પર કામ કરતા પ્રોફેસરો સાથે પણ બેઠક યોજાઈ હતી.