Connect Gujarat
ટેકનોલોજી

સરળતાથી WhatsApp પર છૂપાવી શકશો તમારી પ્રાઇવેટ Chat, જાણો રીત

સરળતાથી WhatsApp પર છૂપાવી શકશો તમારી પ્રાઇવેટ Chat, જાણો રીત
X

ફેસબુકની માલિકીના વ્હોટ્સએપ દ્વારા હાલમાં જ અર્કાઇવ્ડ ચેટ્સ ફોલ્ડર માટે એક નવું ફિચર લોન્ચ કર્યુ છે. આ નવા ફિચરનો ઉપયોગ કરીને યૂઝર્સ ચેટ્સ છુપાવી શકે છે. સામાન્ય રીતે જ્યારે પણ વોટ્સએપ પર કોઇ નવો મેસેજ આવે છે, તો અર્કાઇવ્ડ ચેટ સૌથી ઉપર દેખાય છે. પરંતુ આ ફીચરની આવ્યા બાદ મેસેજ તમારી સ્ક્રીન પર દેખાવાની જગ્યાએ અર્કાઇવ્ડ ચેટ ફોલ્ડરમાં ચાલ્યો જશે. આ ચેટ તમારી સ્ક્રીન પર ત્યારે જ દેખાશે, જ્યારે તમે તેને અનઅર્કાઇવ્ડ કરશો.

વોટ્સએપ અનુસાર ઘણા એવા યુઝર્સ છે જે ઇચ્છે છે કે અર્કાઇવ્ડ મેસેજ તેમની સ્ક્રીન પર દેખાવાની જગ્યાએ વ્હોટ્સએપના અર્કાઇવ્ડ ચેટ્સ ફોલ્ડરમાં છુપાયેલા રહે. નવા અર્કાઇવ્ડ ચેટ સેટિંગ્સનો અર્થ છે કે અર્કાઇવ કરવામાં આવેલ કોઇ પણ મેસેજ થ્રેડ હવે અર્કાઇવ્ડ ચેટ્સ ફોલ્ડરમાં રહેશે, પછી ભલે તે થ્રેડ પર કોઇ નવો મેસેજ મોકલવામાં આવ્યો હોય.

નવા ફિચરથી તમે અનઇચ્છિત કે ફાલતું મેસેજથી રાહત મેળવી શકશો. તેથી જો તમે પણ આવા મેસેજ છૂપાવવા માંગો છો, તો તમને જણાવીએ કેવી રીતે યુઝ કરી શકો છો આ ફીચર્સ. સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં વ્હોટ્સએપ ઓપન કરો. બાદમાં તમારે જે ચેટને અર્કાઇવ કરી છે તેના પર ક્લિક કરી હોલ્ડ કરો. હવે તમારી સ્ક્રીન પર અર્કાઇવ બટન દેખાશે. ચેટને અર્કાઇવ કરવા માટે આર્કાઇવ બટન પર ટેપ કરો. તમે તમામ ચેટને પણ અર્કાઇવ કરી શકો છો. આમ કરવા માટે ચેટ્સ પર ટેપ કરો અને More Options>Setting પર જાવ. હવે Chats> Chat History> Archive all Chats પર ટેપ કરો.

અર્કાઇવ કરવાથી કોઇ પણ ચેટ ડિલીટ નહીં થાય અને ન તો તમારા એસડી કાર્ડમાં બેકઅપ લેશે. સાથે જ જ્યાં સુધી તમારા દ્વારા અર્કાઇવ ચેટનો રિપ્લાઇ નહીં કરી શકાય, ત્યાં સુધી તમારે તે ચેટનો કોઇ પણ નોટિફિકેશન તમારા ફોન પર નહીં દેખાય.

Next Story