યુટ્યુબ શોર્ટ્સના ફીચર્સમાં વધારો, ટેસ્ટિંગ શરૂ,જાણો તેના ફીચર્સ વિષે
સપ્ટેમ્બર 2020માં ગૂગલ દ્વારા યુટ્યુબ શોર્ટ્સ લૉન્ચ કરવામાં આવી હતી. યુટ્યુબ શોર્ટ્સને ટીકટોક સાથે સ્પર્ધામાં રજૂ કરવામાં આવ્યું હતું

સપ્ટેમ્બર 2020માં ગૂગલ દ્વારા યુટ્યુબ શોર્ટ્સ લૉન્ચ કરવામાં આવી હતી. યુટ્યુબ શોર્ટ્સને ટીકટોક સાથે સ્પર્ધામાં રજૂ કરવામાં આવ્યું હતું અને આજે તેનો ઉપયોગ 100 થી વધુ દેશોમાં થઈ રહ્યો છે. યુઝર્સ યુટ્યુબ શોર્ટ્સ પર 60 સેકન્ડના વીડિયો બનાવે છે.
લોન્ચ દરમિયાન યુટ્યુબ શોર્ટ્સમાં બહુ ઓછા ફીચર્સ આપવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમાં કલર કરેક્શન ટુ ફિલ્ટર્સ અને ઓટોમેટિક કેપ્શન જેવા ફીચર્સ પણ આવી ગયા છે. હવે સમાચાર છે કે કંપની યુટ્યુબ શોર્ટ્સમાં વોઈસ ઓવર ફીચર પણ એડ કરવા જઈ રહી છે. હાલમાં, કન્ટેન્ટ સર્જકોએ યુટ્યુબની લાઇબ્રેરીમાંથી ઑડિયો લેવો પડે છે. XDA ડેવલપર્સનો રિપોર્ટ જણાવે છે કે યુટ્યુબ શોર્ટ્સ એપ માટે વૉઇસ-ઓવરનું પરીક્ષણ કરી રહ્યું છે.
ટેસ્ટિંગ એપની એક એપીકે ફાઇલ પણ સામે આવી છે. વોઈસ ઓવર ફીચર યુટ્યુબ શોર્ટ્સ બીટા વર્ઝન 17.04.32 પર જોવામાં આવ્યું છે. યુઝર્સને વોઈસ ઓવર માટે અલગ બટન મળશે. હાલમાં, કન્ટેન્ટ સર્જકોએ કસ્ટમ ઑડિયો ક્લિપ્સ ઉમેરવા માટે થર્ડ પાર્ટી વિડિયો એડિટરનો ઉપયોગ કરવો પડશે. યુટ્યુબે આ ક્ષણે નવા ફીચર વિશે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી.