શેરબજારમાં મજબૂતી આવતા રોકાણકારોમાં હાશકારો,વાંચો આજના બજારની હાલચાલ

અમેરિકન બજારમાં સતત બીજા દિવસે નબળાઈ વચ્ચે ભારતીય શેર બજારમાં ગઈ કાલની નબળી સ્થિતિથી બિલકુલ વિપરીત મજબૂતાઈ જોવા મળી રહી છે.

New Update

અમેરિકન બજારમાં સતત બીજા દિવસે નબળાઈ વચ્ચે ભારતીય શેર બજારમાં ગઈ કાલની નબળી સ્થિતિથી બિલકુલ વિપરીત મજબૂતાઈ જોવા મળી રહી છે.બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 411.68 પોઈન્ટના વધારા સાથે 58384.30 ના સ્તરે ખુલ્યો જ્યારે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 134.90 પોઈન્ટની તેજી સાથે 17447.80 ના સ્તરે ખુલ્યો. બજારમાં પોઝિટિવ વાતાવરણ જોતા રોકાણકારો પણ ખુશખુશાલ છે.

નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં બજાજ ફિન્સર્વ, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફાઇનાન્સ, ઓએનજીસી, ટાટા મોટર્સ શેર જોવા મળી રહ્યા છે જ્યારે સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફાઇનાન્સ, ટાટા સ્ટિલ, અલ્ટ્રા ટેક સિમેન્ટ શેર હાલ જોવા મળી રહ્યા છે. તો નિફ્ટી ટોપ લૂઝર્સ માં ભારતી એરટેલ, ડો.રેડ્ડીઝ લેબ શેર જોવા મળી રહ્યા છે. જ્યારે સેન્સેક્સ ટોપ લૂઝર્સ માં ભારતી એરટેલ શેર જોવા મળ્યા છે. ભારતીય શેરબજારમાં ગઈકાલે અઠવાડિયાના પહેલા જ દિવસે રોકાણકારોને ભારે નુકસાન થયું. બજાર સવારે મસમોટા કડાકા સાથે ખુલ્યા. આખો દિવસ ટ્રેડિંગ બાદ લાલ નિશાન સાથે જ બંધ થયા. જેના કારણે રોકાણકારોના લાખો કરોડો રૂપિયાનું ધોવાણ થયું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 861.25 પોઈન્ટના ઘટાડા સાથે 57972.62 ના સ્તરે બંધ થયો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી 246 પોઈન્ટના કડાકા સાથે 17312.90 ના સ્તરે બંધ થયો.