Connect Gujarat
ટેકનોલોજી

iQOO Z7નું પોસ્ટર રિલીઝ, ટૂંક સમયમાં ભારતમાં થશે લોન્ચ..!

IQOO નો નવો ફોન iQoo Z7 ભારતમાં લોન્ચ માટે તૈયાર છે. કંપનીએ iQOO Z7ના લોન્ચિંગને લઈને સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી

iQOO Z7નું પોસ્ટર રિલીઝ, ટૂંક સમયમાં ભારતમાં થશે લોન્ચ..!
X

IQOO નો નવો ફોન iQoo Z7 ભારતમાં લોન્ચ માટે તૈયાર છે. કંપનીએ iQOO Z7ના લોન્ચિંગને લઈને સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી પરંતુ iQOO Z7નું પોસ્ટર ચોક્કસપણે રિલીઝ થઈ ગયું છે. પોસ્ટરને જોઈને કહી શકાય કે iQOO Z7માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ ઉપલબ્ધ હશે. તમને જણાવી દઈએ કે iQOO Z6 સિરીઝને ગયા વર્ષે ઓગસ્ટમાં ચીનમાં રજૂ કરવામાં આવી હતી. નવો ફોન તેનું અપગ્રેડ વર્ઝન છે.

iQoo ઈન્ડિયાના CEO નિપુન મર્યાએ iQOO Z7નું પોસ્ટર રિલીઝ કર્યું છે. તેણે પોસ્ટર સાથે 'ઝીસ્ટી' સ્માર્ટફોનના સંકેતો આપ્યા છે. પોસ્ટર અનુસાર, iQoo Z7 સાથે એક લંબચોરસ કેમેરા મોડ્યુલ ઉપલબ્ધ હશે જેમાં બે લેન્સ હશે. કેમેરા સાથે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) પણ મળી શકે છે.

iQoo Z7 ને ટીલ રંગ સાથે પોસ્ટરમાં બતાવવામાં આવ્યું છે પરંતુ તે અન્ય કલર વેરિઅન્ટમાં પણ ઓફર કરી શકાય છે. કંપનીએ હજુ સુધી iQOO Z7ના અન્ય ફીચર્સ અને કિંમત વિશે કોઈ માહિતી આપી નથી. એક લીક થયેલા અહેવાલ મુજબ, iQOO Z7 5G અને iQOO Z7 Pro 5G ભારતમાં iQOO Z7 શ્રેણી હેઠળ લૉન્ચ કરવામાં આવશે. આ બંને ફોનમાં Snapdragon 778G+ પ્રોસેસર સાથે LPDDR5 રેમ અને UFS 3.1 સ્ટોરેજ મળશે.

Next Story