Connect Gujarat
ટેકનોલોજી

ઇસરોએ ગગનયાનના યાત્રીઓ ચૂંટી કાઢ્યા, IAFના ત્રણ જવાનો એસ્ટ્રોનોટ્સ બનશે.....

ઇસરો હવે 'ગગનયાન'ની તૈયારી કરી રહ્યું છે. ઇસરોએ તે માટે 'એસ્ટ્રોનટ્સ' પણ ચૂંટી કાઢ્યા છે. જો કે સ્પેસ એજન્સીએ આ અંગે કશું કહ્યું નથી

ઇસરોએ ગગનયાનના યાત્રીઓ ચૂંટી કાઢ્યા, IAFના ત્રણ જવાનો એસ્ટ્રોનોટ્સ બનશે.....
X

ચંદ્રયાનની સફળતા પછી ઇસરો હવે 'ગગનયાન'ની તૈયારી કરી રહ્યું છે. ઇસરોએ તે માટે 'એસ્ટ્રોનટ્સ' પણ ચૂંટી કાઢ્યા છે. જો કે સ્પેસ એજન્સીએ આ અંગે કશું કહ્યું નથી પરંતુ ભારતીય વાયુસેનાના એક વિડિયો ઉપરથી આ અંગેનો સંકેત મળી રહ્યો છે. IAF દ્વારા તેની ૯૧મી જયંતિએ માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ "X" ઉપર (પૂર્વેના ટ્વિટર) ઉપર એક વિડિયો વહેતો મુક્યો છે. ૧૧ મિનિટ્સના આ વિડિયોમાં વાયુસેનાની સિદ્ધિઓ વર્ણવવામાં આવી છે. મહત્ત્વની વાત તે છે કે આ વિડિયોમાં વાયુસેનાના ૩ જવાનોની ઝલક પણ દર્શાવાઈ છે. કે જેમને 'ગગનયાન' માટે ચુંટી કઢાયા છે.

આ ત્રણે જવાનો તે માટે તૈયારીઓ કરતા દેખાય છે. જો કે, સુરક્ષાની દ્રષ્ટિએ એસ્ટ્રોનટસના નામ કે અન્ય કોઈ ઓળખાણ જાહેર કરાયા નથી. ઇસરોએ જણાવ્યું છે કે, બેંગલુરૂ પાસેની એસ્ટ્રોનેટ્સ ટ્રેનિંગ ફેસિલીટીમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. એસ્ટ્રોનોટ્સ માટેના મોડયુલમાં શૈક્ષણિક પાઠયક્રમ, ગગનયાન ઉડાણ પ્રણાલી, પેરાબોલિક ઉડાણોના માધ્યમથી સૂક્ષ્મ ગુરૂત્વાકર્ષણનો પરિચય, એરો મેડિકલ પ્રશિક્ષણ, વાપસી અને પુનર્વાસ પ્રશિક્ષણ (ટ્રેનિંગ), ઉડ્ડયન પ્રક્રિયાઓમાં આવડત મેળવવી, ચાલકદલ પ્રશિક્ષણ, તથા સિમ્યુલેટર પરની ટ્રેનિંગ સામેલ છે.

Next Story