New Update
સોશિયલ મીડિયા જાયન્ટ મેટાએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ભારતીય ફર્મ દ્વારા સંચાલિત 40 થી વધુ એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા છે. મેટાએ જણાવ્યું હતું કે આ એકાઉન્ટ્સ સાયબરરૂટ રિસ્ક એડવાઇઝરી દ્વારા ચલાવવામાં આવે છે. જે સોશિયલ એન્જિનિયરિંગ અને ફિશિંગ સાથે સંકળાયેલા છે. આ પેઢી આ એકાઉન્ટનો ઉપયોગ કરીને લોકોને છેતરવા અને હેકિંગ જેવી પ્રવૃત્તિઓ કરતી હતી. મેટાએ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પરથી એક અજાણી ચીની પેઢી દ્વારા સંચાલિત લગભગ 900 નકલી એકાઉન્ટ્સનું નેટવર્ક પણ દૂર કર્યું છે.
Latest Stories