'નરેન્દ્ર મોદી' Youtube ચેનલે બનાવ્યો નવો રેકોર્ડ, પ્રાણ પ્રતિષ્ઠાનું સૌથી વધુ લોકોએ નિહાળ્યું લાઇવ પ્રસારણ

આ લિસ્ટમાં હવે પીએમ નરેન્દ્ર મોદીની ઓફીશિયલ યુટ્યુબ ચેનલનો પણ એક રેકોર્ડ સામેલ છે.

New Update
'નરેન્દ્ર મોદી' Youtube ચેનલે બનાવ્યો નવો રેકોર્ડ, પ્રાણ પ્રતિષ્ઠાનું સૌથી વધુ લોકોએ નિહાળ્યું લાઇવ પ્રસારણ

અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહે અનેક રેકોર્ડ તોડ્યા છે. આ લિસ્ટમાં હવે પીએમ નરેન્દ્ર મોદીની ઓફીશિયલ યુટ્યુબ ચેનલનો પણ એક રેકોર્ડ સામેલ છે. નરેન્દ્ર મોદી ચેનલે લાઈવ પ્રસારણ દરમિયાન વિશ્વમાં સૌથી વધુ જોવામાં આવતી યુટ્યુબ ચેનલ બનીને રેકોર્ડ તોડ્યો છે. રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનું આ ચેનલ પર લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેને 9 મિલિયન એટલે કે 90 લાખથી વધુ લોકોએ લાઈવ નિહાળ્યું હતું. કોઈપણ યુટ્યુબ ચેનલ પર લાઇવ પ્રસારણ જોવાનો આ સૌથી મોટો રેકોર્ડ છે. નરેન્દ્ર મોદી ચેનલ પરના આ લાઈવ પ્રસારણને અત્યાર સુધીમાં 1 કરોડ વ્યુઝ મળ્યા છે. આ પહેલા લાઇવ પ્રસારણ સૌથી વધુ જોવાનો રેકોર્ડ ચંદ્રયાન-3 લોન્ચનો હતો. આ લોન્ચના પ્રસારણને 80 લાખથી વધુ લોકોએ લાઇવ નિહાળ્યો હતો. જેનો રેકોર્ડ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહે તોડીને પ્રથમ સ્થાન લીધું છે. જયારે ત્રીજા નંબર પર ફિફા વર્લ્ડ કપ 2023 મેચ છે અને ચોથા નંબર પર એપલ લોન્ચ ઇવેન્ટ છે.

Latest Stories