Connect Gujarat
ટેકનોલોજી

iPhone 14 અને 14 Plusના યલો કલરની પ્રી-બુકિંગ શરૂ, મળશે 15 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ

ભારતમાં iPhone 14 અને iPhone 14 Plusના યલો કલર વેરિઅન્ટનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે.

iPhone 14 અને 14 Plusના યલો કલરની પ્રી-બુકિંગ શરૂ, મળશે 15 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ
X

ભારતમાં iPhone 14 અને iPhone 14 Plusના યલો કલર વેરિઅન્ટનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. હવે iPhone 14 (Review) અને iPhone 14 Plus કુલ પાંચ રંગોમાં ઉપલબ્ધ છે. એમેઝોન ઈન્ડિયા, એપલની સાઈટ અને ફ્લિપકાર્ટ પરથી iPhone 14, iPhone 14 યલો કલરનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે. આ સ્ટોર્સ iPhone 14 અને iPhone 14 Plusના પ્રી-બુકિંગ પર રૂ. 15,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે આ અઠવાડિયે 7 માર્ચે Appleએ iPhone 14 અને iPhone 14 Plusનું નવું વેરિઅન્ટ યલો રજૂ કર્યું છે. iPhone 14 Pro અને iPhone 14 Pro Max ના પીળા રંગ વિશે હાલમાં કોઈ સમાચાર નથી.

iPhone 14 અને iPhone 14 Plusના નવા કલર મોડલનું વેચાણ 14 માર્ચથી શરૂ થશે. iPhone 14ની શરૂઆતની કિંમત 79,990 રૂપિયા અને iPhone 14 Plusની શરૂઆતની કિંમત 89,990 રૂપિયા રાખવામાં આવી છે. Apple Indiaના ડિસ્ટ્રિબ્યુટર રેડિંગ્ટન ઈન્ડિયાએ iPhone 14, iPhone 14 Plus પર પીળા રંગમાં ઑફર્સની જાહેરાત કરી છે, જેના હેઠળ ગ્રાહકોને 15,000 રૂપિયા સુધીના લાભો મળશે. ઑફર્સમાં ઇન્સ્ટન્ટ કૅશબૅકથી લઈને સ્ટોર ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઑફર્સનો સમાવેશ થાય છે.

Next Story