Connect Gujarat
ટેકનોલોજી

ચંદ્ર પરના તાપમાને ISRO ના વૈજ્ઞાનિકોને મૂક્યા અચંબામાં, સપાટી પર નોંધાયું 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન....

ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર પર લાગેલા ચાસ્ટે (ChaSTE) પેલોડે ચંદ્રના તાપમાન સાથે સંબંધિત પ્રથમ અવલોકન મોકલ્યું છે.

ચંદ્ર પરના તાપમાને ISRO ના વૈજ્ઞાનિકોને મૂક્યા અચંબામાં, સપાટી પર નોંધાયું 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન....
X

ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર પર લાગેલા ચાસ્ટે (ChaSTE) પેલોડે ચંદ્રના તાપમાન સાથે સંબંધિત પ્રથમ અવલોકન મોકલ્યું છે. ChaSTE એટલે કે લુનર સરફેસ થર્મોફિઝિકલ એક્સપેરિમેન્ટ મુજબ, ચંદ્રની સપાટી પર અને વિવિધ ઊંડાણો પર તાપમાનમાં ઘણો તફાવત છે. ચંદ્રના સાઉથ પોલની સપાટી પરનું તાપમાન લગભગ 50 ડિગ્રી સેલ્સિયસ છે. જ્યારે 80 મીમીની ઊંડાઈએ માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. ચેસ્ટમાં 10 તાપમાન સેન્સર છે, જે 10cm એટલે કે 100mmની ઊંડાઈ સુધી પહોંચી શકે છે. ChaSTE પેલોડને સ્પેસ ફિઝિક્સ લેબોરેટરી, VSSC દ્વારા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અમદાવાદના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે. ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું કે તેમણે ચંદ્રનો સાઉથ પોલ પસંદ કર્યો છે કારણ કે તેમાં ભવિષ્યમાં મનુષ્યને વસાવવાની ક્ષમતા હોઈ શકે છે. સાઉથ પોલ પર સૂર્યનો પ્રકાશ થોડા સમય માટે રહે જ છે. હવે જ્યારે ચંદ્રયાન-3 ત્યાંના તાપમાન અને અન્ય વસ્તુઓ વિશે સ્પષ્ટ માહિતી મોકલી રહ્યું છે, ત્યારે વૈજ્ઞાનિકો હવે એ સમજવાનો પ્રયાસ કરશે કે ચંદ્રના સાઉથ પોલની માટી વાસ્તવમાં કેટલી ક્ષમતા રાખે છે.

Next Story