Home > અન્ય > ટેકનોલોજી > દિવાળીના દિવસે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા આ 5 પ્રશ્નો, ત્રીજો સવાલ વધુ ઇન્ટરેસ્ટિંગ.....
દિવાળીના દિવસે ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા આ 5 પ્રશ્નો, ત્રીજો સવાલ વધુ ઇન્ટરેસ્ટિંગ.....
ભારતમાં દિવાળીના તહેવારો ખૂબ જ ધામ ધૂમથી ઉજવાય છે. ત્યારે ગૂગલ પણ દિવાળીમાં ભારતીયો પર નજર રાખીને બેઠું હતું.
BY Connect Gujarat Desk16 Nov 2023 10:25 AM GMT

X
Connect Gujarat Desk16 Nov 2023 10:25 AM GMT
ભારતમાં દિવાળીના તહેવારો ખૂબ જ ધામ ધૂમથી ઉજવાય છે. ત્યારે ગૂગલ પણ દિવાળીમાં ભારતીયો પર નજર રાખીને બેઠું હતું. આલ્ફાબેટ અને ગુગલના સીઇઓ સુંદર પિચાઈએ રવિવારે લાઇટના તહેવાર દિવાળી વિષે ગૂગલ પર ટોચના ટ્રેંડિંગ “Why” પ્રશ્નો એ કર્યા હતા. જાણો આ 5 મોસ્ટ ટ્રેંડિંગ સવાલો....સુંદર પિચાઈએ gif માં સવાલો શેર કર્યા હતા અને દરેકને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી.
1. પહેલો સવાલ એ હતો કે ભારતીયો દિવાળી શા માટે ઉજવે છે?
2. બીજા સવાલમાં લોકો શોધતા હતા કે રંગોળી કેમ બનાવીએ છીએ?
3. ત્રીજો સવાલ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે અને તે છે કે શા માટે યુઝર્સ દિવાળી પર દીવા પ્રગટાવે છે.
4. ચોથા સવાલની વાત કરીએ તો આ સવાલ એ હતો કે દિવાળી પર લક્ષ્મી માતાની પૂજા શા માટે કરવામાં આવે છે.
5. પાંચમો સવાલ એ હતો કે દિવાળી પર તેલથી સ્નાન કરવું જોઈએ?
Next Story