Connect Gujarat
ટેકનોલોજી

હવે ટ્વિટર પર મળશે નોકરીની જાણકારી, Xએ લૉન્ચ કર્યું હાયરિંગ બીટા વર્ઝન….

એલોન મસ્ક 'X' (અગાઉ ટ્વિટર) પર નવા-નવા પ્રયોગો કરી રહ્યા છે. હવે 'X'એ પ્રોફેશનલ નેટવર્કિંગ ક્ષેત્રમાં પણ પગ મુક્યો છે.

હવે ટ્વિટર પર મળશે નોકરીની જાણકારી, Xએ લૉન્ચ કર્યું હાયરિંગ બીટા વર્ઝન….
X

એલોન મસ્ક 'X' (અગાઉ ટ્વિટર) પર નવા-નવા પ્રયોગો કરી રહ્યા છે. હવે 'X'એ પ્રોફેશનલ નેટવર્કિંગ ક્ષેત્રમાં પણ પગ મુક્યો છે.'X'એ તેના પ્લેટફોર્મ પર હાયરિંગનું બીટા વર્ઝન લૉન્ચ કરીને એક નવી સર્વિસને શરૂ કરી છે. હવે કંપનીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર જોબ વેકેન્સી મૂકી શકશે, જેનાથી લોકોને નોકરી મેળવવામાં સરળતા રહેશે અને કંપનીઓેને યોગ્ય કર્મચારી મળવામાં સરળતા રહેશે. 'X'ની આ સર્વિસ શરૂ થતાં જ જોબ નેટવર્કિંગ પ્લેટફોર્મ જેમ કે LinkedInને મુશ્કેલ પડકાર મળી શકે છે. એક્સએ શનિવારે એક પોસ્ટમાં જણાવ્યું કે, માત્ર વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશન્સ જ આ નવી સુવિધાનો લાભ ઉઠાવી શકશે. વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશન્સ એ એવી કંપનીઓ અને ઓર્ગેનાઈઝેશન્સ છે જેમણે Twitterની 'વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશન્સ'નું સબ્સક્રિપ્શન લીધું છે. આ ઓર્ગેનાઈઝેશન X હાયરિંગ બીટા પ્રોગ્રામ માટે સાઇન અપ કરી શકે છે. પોસ્ટમાં જણાવ્યું કે, એક્સ હાયરિંગ બીટા, જે ફક્ત વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશન્સ માટે છે. તેનો ઉપયોગ કરવા માટે તેને અનલૉક કરો. તેની મદદથી ઓર્ગેનાઈઝેશન્સ લાખો લોકો સુધી પહોંચી શકે છે.

હવે 'X' પર વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશનનું ટેગ મેળવવા માટે કોઈપણ કંપનીએ સબસ્ક્રિપ્શન લેવું પડે છે. આ માટે તેણે દર મહિને 82,300 રૂપિયા ચૂકવવા પડે છે. ઓર્ગેનાઈઝેશનના પેઈડ એકાઉન્ટના ફાયદા વિશે વાત કરીએ તો કંપનીઓ અને ઓર્ગેનાઈઝેશન્સ તેમના કર્મચારીઓના એકાઉન્ટને એફિલિએટ અને વેરિફાઈ કરાવી શકે છે. આ રીતે વેરિફાઈ થયેલા એકાઉન્ટ્સને ટિકની સાથે ઓર્ગેનાઈઝેશનનું યુનિટ બેજ પણ મળે છે.

Next Story