Connect Gujarat
ટેકનોલોજી

512GB સ્ટોરેજ અને 120W ફાસ્ટ ચાર્જિંગ ધરાવતો આ સ્માર્ટફોન તમને કરી દેશે પાગલ

512GB સ્ટોરેજ અને 120W ફાસ્ટ ચાર્જિંગ ધરાવતો આ સ્માર્ટફોન તમને કરી દેશે પાગલ
X

સ્માર્ટફોન નિર્માતા કંપની iQoo એ લાંબી રાહ જોયા બાદ આખરે ચીનના બજારમાં બે શાનદાર સ્માર્ટફોન iQoo 9 અને iQoo 9 Pro રજૂ કર્યા છે. iQoo 9 ફ્લેટ 6.78-ઇંચ ફુલ-HD+ Samsung E5 OLED ડિસ્પ્લેથી સજ્જ છે. આ સિવાય કંપનીનો આ નવો સ્માર્ટફોન Snapdragon 8 Gen 1 ચિપસેટથી પાવર્ડ છે. iQoo 9 સ્માર્ટફોનને ત્રણ સ્ટોરેજમાં માર્કેટમાં રજૂ કરવામાં આવ્યો છે. સ્માર્ટફોનના 8GB + 256GB સ્ટોરેજ મોડલની કિંમત RMB 3,999 (અંદાજે 47,000 રૂપિયા) છે. સ્માર્ટફોનના 12GB + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત RMB 4,399 (અંદાજે રૂ 51,600) અને 12GB + 512GB સ્ટોરેજ મોડલની કિંમત RMB 4,799 (અંદાજે રૂ. 56,240) છે

પ્રોસેસરઃ સ્નેપડ્રેગન 8 Gen 1 SoC નો સ્માર્ટફોનમાં પ્રોસેસર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે.

રેમ અને સ્ટોરેજઃ સ્માર્ટફોનમાં 12GB સુધીની રેમ અને 512GB સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે.

ડિસ્પ્લે: સ્માર્ટફોન 120Hz ના રિફ્રેશ રેટ સાથે 6.78-ઇંચ ફુલ-HD+ (1,080x2,400 પિક્સેલ્સ) Samsung E5 OLED ડિસ્પ્લે ધરાવે છે.

રીઅર કેમેરા: iQoo 9 સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે, જેમાં Samsung GN5 1/1.57 સેન્સર સાથે 50-મેગાપિક્સલનો પ્રાથમિક સેન્સર છે. આ સિવાય પોટ્રેટ ઇમેજ માટે 13-મેગાપિક્સલનો વાઇડ-એંગલ કેમેરા અને 12-મેગાપિક્સલનો કેમેરો સામેલ કરવામાં આવ્યો છે.

સેલ્ફી કેમેરાઃ સ્માર્ટફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.

બેટરીઃ સ્માર્ટફોનમાં પાવર બેકઅપ માટે 4,700mAh બેટરી આપવામાં આવી છે, જે 120W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.

સોફ્ટવેર: સ્માર્ટફોન એન્ડ્રોઇડ 12 આધારિત ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.

Next Story