તેલંગાણા: સૂર્યાપેટમાં રાષ્ટ્રીય કબડ્ડી ટૂર્નામેન્ટમાં દીવાલ ધસી પડતાં 100થી વધુ લોકો ઘાયલ

New Update
તેલંગાણા: સૂર્યાપેટમાં રાષ્ટ્રીય કબડ્ડી ટૂર્નામેન્ટમાં દીવાલ ધસી પડતાં 100થી વધુ લોકો ઘાયલ

તેલંગાણાના સૂર્યાપેટમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. અહીં 47માં રાષ્ટ્રીય જુનિયર કબડ્ડી ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચ દરમિયાન ગેલેરીનો ભાગ તૂટી પડતાં 1500 દર્શકો તેની ઝપેટમાં આવી ગયા. આ દુર્ઘટનામાં 100થી વધુ લોકોને ઇજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. બે લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કબડ્ડી ટૂર્નામેન્ટ દરમિયાન મોટી સંખ્યામાં ભીડ એકઠી થઇ હતી. આ દરમિયાન એક ગેલેરી તૂટીને નીચે પડી હતી. સૂર્યાપેટના આ મેદાનમાં 3 ગેલેરી છે. દરેક ગેલેરીમાં અંદાજે 5000 લોકોના બેસવાની સુવિધા છે. મેદાનમાં અંદાજે 15000 દર્શકોના બેસવાની વ્યવસ્થા છે.

સૂર્યાપેટમાં 47 મી રાષ્ટ્રીય જુનિયર કબડ્ડી ટુર્નોમેન્ટની પહેલી મેચ જોવા માટે લોકોની મોટી ભીડ લાગી હતી. કબડ્ડીના આયોજકોએ દર્શકોને બેસાડવા માટે મેદાનમાં 3 મોટા સ્ટેન્ડ ઊભા કર્યાં હતા અને તેની પર બેસીને મેચ જોવાઈ રહી હતી તે દરમિયાન અચાનક દબાણને કારણે એક સ્ટેન્ડ તૂટી પડ્યું. સ્ટેન્ડ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો. લોકો જીવ લઈને નાસવા લાગ્યાં. મેદાન ચીસાચીસથી ગૂંજી ઉઠ્યું. જોતજોતામાં તો આખું મેદાન ખાલીખમ થઈ ગયું. લાકડાંનું સ્ટેન્ડ હોવાને કારણે કેટલાક લોકોને વાગ્યું હતું અને તેમને તાકીદના ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Latest Stories