અંકલેશ્વર-વાલિયા રોડ પર કોસમડી નજીક સર્જાયેલ માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી હતી. કોસમડી રોડ પર આવેલ જય પ્રભુફાર્મ પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા છોટા હાથી ટેમ્પો રસ્તાની સાઈડમાં ઝાડ સાથે ધડાકાભેર અથડાયો હતો.આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોમાં દીપક  ચોરશિયા, કંચન  ચોરશિયા અને કુંજ દીપક ચોરશિયાનો સમાવેશ થાય છે.

Tempo collides

અકસ્મતની જાણ થતા આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ છે.અકસ્માત અંગે વધુ તપાસ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.