દેશ કુદરતી આફતોથી ઘેરાયો છે પણ કોંગ્રેસ ભાજપના નેતાઓ રાજનીતિમાં મસ્ત

દેશ કુદરતી આફતોથી ઘેરાયો છે પણ કોંગ્રેસ ભાજપના નેતાઓ રાજનીતિમાં મસ્ત
New Update

કોરોના વાયરસ સંકટ અને રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ઘમાસણ વચ્ચે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર હુમલા કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ આજે ટ્વિટરના માધ્યમથી કોરોના કાળમાં મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવીને કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધીએ મંગળવારે સરકાર પર રાજસ્થાનની ગહેલોત સરકાર પાડવાના પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો છે.

રાહુલ ગાંધીએ પોતાની ટ્વીટમાં લખ્યું છે કે, કોરોના કાળમાં સરકારની ઉપલબ્ધિઓ : ફેબ્રુઆરીમાં- નમસ્તે ટ્રમ્પ, માર્ચ- મધ્ય પ્રદેશમાં સરકાર પાડવામાં આવી, એપ્રિલમાં મીણબત્તી પ્રગટાવવામાં આવી, મેમાં- સરકારની 6મી વર્ષગાંઠ, જૂન- બિહારમાં વર્ચ્યુલ રેલી, જુલાઈ- રાજસ્થાન સરકાર પાડવાના પ્રયાસ. તેથી દેશ કોરોનાની લડાઈમાં આત્મનિર્ભર છે...

ભારતીય જનતા પાર્ટીએ પણ રાહુલ પર વળતો હુમલો કર્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ રાહુલ ગાંધીના અંદાજમાં જ દર મહીનાની નવી નવી ઉપલબ્ધિઓ ગણાવી હતી જેમાં શાહીન બાગથી લઈને રાજસ્થાનની લડાઈનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વિટર પર લખ્યું હતું કે, રાહુલ ગાંધીજી તમે પણ પાછલા છ મહીનાની તમારી ઉપલબ્ધિઓ પર ધ્યાન આપો....

- ફેબ્રુઆરીઃ શાહીન બાગ અને હુલ્લડો

- માર્ચઃ જ્યોતિરાદિત્ય સિંધિયા અને મધ્ય પ્રદેશ ગુમાવ્યા

- એપ્રિલઃ પ્રવાસી મજૂરોને ઉશ્કેર્યા

- મેઃ કોંગ્રેસની ઐતિહાસિક હારની છઠ્ઠી વર્ષગાંઠ

- જૂનઃ ચીનનો બચાવ કરવો

- જુલાઈઃ રાજસ્થાનમાં કોંગ્રેસ પતનના આરે

આટલું જ નહીં, પ્રકાશ જાવડેકરે આગળ લખ્યું હતું કે, રાહુલ બાબા તમે ભારતની ઉપલબ્ધિઓ પણ લખો. જેમાં કોરોના વિરૂદ્ધ યુદ્ધ ચાલુ છે, સરેરાશ કેસની સરખામણીએ દેશની સ્થિતિ સારી છે, એક્ટિવ કેસ અને મૃત્યુના આંકડામાં અમેરિકાની સરખામણીએ ભારતની સ્થિતિ સારી છે. તમે મીણબત્તી સળગાવવાની મજાક ઉડાવીને દેશની જનતા અને કોરોના વોરિયર્સની મજાક ઉડાવી છે.

#Corona Virus #Narendra Modi #BJP #Rahul Gandhi #Congresss
Here are a few more articles:
Read the Next Article