ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે રાજ્યના અનેક ડેમમાં નવા નીર આવ્યા છે. તો આ તરફ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી છેલ્લા 48 કલ્લાકમાં 2 મીટર વધી છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 119.79 મીટર નોંધાઇ છે. ઉપરવાસ માંથી 46,957 હજાર ક્યુસેક પાણીની આવક થતા જળસપાટીમાં વધારો થયો છે. હાલમાં RBPHના તમામ યુનિટ બંધ કરવામાં આવ્યા છે જ્યારે CHPHનું 1 યુનિટ ચાલુ છે.4,697 હજાર ક્યુશેક પાણીની જાવક થઈ છે. નર્મદા ડેમના ઉપરવાસ કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડવાથી સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.
રાજ્યમાં વરસાદનું જોર ઘટવા લાગ્યું છે. તાજા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮૧ તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. જેમાં મહેસાણાના જોટાણા તાલુકામાં ૨ ઈંચ, જૂનાગઢના ભેંસાણ તાલુકામાં દોઢ ઈંચ, તાપીના વ્યારા તાલુકામાં ૧ ઈંચથી વઘુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ચાર તાલુકાઓમાં ૧ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સીઝનનો ૫૬.૮૧ ટકા વરસાદ પડ્યો છે.
