અંકલેશ્વર ગડખોલ આંગણવાડી તરફ જવાનો માર્ગ બિસ્માર બનતા લોકોને હાલાકી
આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા બાળકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, અને ખરાબ રસ્તાને કારણે કેટલાક બાળકો રસ્તા પર પડી જવાના બનાવો પણ બન્યા ગુજરાત | ભરૂચ | Featured | સમાચાર |
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં આવેલ આંગણવાડી તરફ જવાનો મુખ્ય માર્ગ બિસ્માર બનતા બાળકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં આવેલ આંગણવાડી તરફ જવાના મુખ્ય માર્ગ ગટરના ખોદકામ દરમિયાન બિસ્માર બન્યો છે.
જેના કારણે આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા બાળકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, અને ખરાબ રસ્તાને કારણે કેટલાક બાળકો રસ્તા પર પડી જવાના બનાવો પણ બન્યા હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે તાત્કાલિક અસરથી ગ્રામ પંચાયત દ્વારા બિસ્માર રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
