ભરૂચનો વાલિયા તાલુકો તેમજ આજુબાજુના વિસ્તારની જીવાદોરી સમાન શ્રી ગણેશ સુગર વટારીયાની શેરડી પિલાણ સીઝનું શુભારંભ કરવામાં આવ્યું હતું ડિરેક્ટર નિપુલ પટેલ અને ચેરમેન મહેન્દ્રસિંહ મહીડા દ્વારા આ શુભ અવસરે પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી અને ઉપસ્થિત સૌ કોઈએ શ્રીફળ વધેરી શેરડી પિલાણનો પ્રારંભ કરાવ્યો હતો.

પિલાણ સીઝન માટે મજૂરો, ટ્રાન્સપોર્ટ, પ્લાન્ટ વિગેરેના કામોનું સંપુર્ણ આગોતરૂ આયોજન કરી દેવામાં આવ્યું છે, જેને અનુરૂપ ખેડૂતોની શેરડી કાપણી સમયસર થાય અને પિલાણમાં સરળતા બની રહે તથા ખેડુત સભાસદોના સાથ સહકારથી સંસ્થામાં વધુમાં વધુ શેરડીનું પિલાણ થાય એ માટે ખેડૂત અને સંસ્થા હિતમાં કસ્ટોડિયન કમિટી કટિબદ્ધ છે. દક્ષિણ ગુજરાતમાં હાલ દરેક સુગર ફેક્ટરી શેરડીના પુરવઠાની અછત સામે ઝઝુમી રહી છે, ત્યારે ગણેશ સુગરનો આશરે ૪ લાખ મે.ટન શેરડી પિલાણનો લક્ષ્યાંક છે.