ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં વાતાવરણમાં બદલાવ આવ્યો છે. જેમાં વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી અને બફારાના પ્રમાણમાં વધારો થયો છે. જોકેહવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જ્યારે રાજસ્થાનથી વિદર્ભ સુધી ટ્રફ લાઈન સર્જાઈ છે.

બીજી બાજુઅરબ સાગરથી ઓડિશા સુધી ટ્રફ લાઈન સક્રિય છે. ત્યારે હવે ગુજરાતમાં ચોમાસુ બેસવા માટે અનુકૂળ સ્થિતિ દેખાઈ રહી છે. જેના પગલે રાજ્યના સાત જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી લઈ અતિભારે વરસાદની સંભાવના છે. આજે અમરેલીભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ રવિવારે નર્મદાતાપીનવસારીમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ ડાંગવલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે 17મી જૂને અમરેલીભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી છે. ગીર સોમનાથજૂનાગઢરાજકોટમાં 17મી, 18મી જૂને ભારે વરસાદની આગાહી છે. તેમજ સુરતતાપીડાંગમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે અમરેલીભાવનગરમાં 17- 18મી જૂને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.