ભારતના વીર પુત્ર શહિદ ભગતસિંહની આજે જન્મ જયંતિ

New Update
ભારતના વીર પુત્ર શહિદ ભગતસિંહની આજે જન્મ જયંતિ

વીર ભગત સિંહનો જન્મ 28 સપ્ટેમ્બર, 1907 ના પંજાબના ખટકરકલાનમાં શીખ જાટ પરિવારમાં થયો હતો. તેમના પિતા કિશન સિંહ, તેમના દાદા અર્જન સિંહ અને કાકા અજિત સિંઘ ભારતીય સ્વતંત્રતાની સંઘર્ષમાં સક્રિયપણે સક્રિય હતા. તેમના પરિવારના સભ્યોએ તેમને અત્યંત પ્રેરણા આપી અને ખૂબ જ શરૂઆતથી જ દેશભક્તિની લાગણી ઉભી થઈ.

ભગતસિંહ, શિવરામ, રાજગુરુ અને સુખદેવ સામે અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યાનો આરોપ હતો. લાલા લજપતરાય પર લાઠીચાર્જ અને પછી તેમના દેહાંતથી સમસમી ઉઠેલા ભગતસિંહ સાથીદારોએ આ અધિકારીને ૧૭મી ડિસેમ્બર, ૧૯૨૮ના રોજ ઠાર કર્યા હતા. તે પછી ભગતસિંહે ૧૯૨૯માં ૮ એપ્રિલે ધારાસભામાં બોંબ ફેંક્યો હતો. અને પકડાયા પછી તેના પર કેસ ચાલ્યો હતો. ત્યારબાદ ૧૯૩૦માં સાતમી ઓક્ટોબરે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસીની સજા ફરમાવાઈ હતી.

૧૯૩૧માં નક્કી થયા મુજબ ૨૪મી માર્ચે ફાંસી આપવાની જાહેરાત થયેલી. સમગ્ર દેશમાં એની ચર્ચા અને વિરોધ વ્યાપક બનેલાં. સરકારે વિરોધના ડરથી એક દિવસ પહેલા, ૨૩મી માર્ચે, સાંજે ત્રણેયને અચાનક ફાંસીએ લટકાવી દીધા હતા. ફાંસી પછી, ચૂપચાપ, ઉતાવળે, સતલજ નદીના કિનારે, હુસૈનીવાલા ફિરોજપુરમાં અંતિમ સંસ્કાર કરી દીધેલા.

પ્રધાનમંત્રી મોદીએ તેમને યાદ કરતા કહ્યું કે, શહીદ ભગત સિંહની વીરતા અને પરાક્રમની ગાથા દેશવાસીઓને યુગો-યુગો સુધી પ્રેરણા આપતી રહેશે.

શહીદ ભગતસિંહની જન્મજયંતિ પર ઉપરાષ્ટ્રપતિ એમ. વેકૈંયા નાયડુએ અર્પી શ્રધ્ધાંજલી

Latest Stories