ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ મહિનાની 28 મી તારીખે બોર્ડની પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હાલ શિક્ષણ બોર્ડ દ્વારા વિધાર્થીઓના ફોર્મ ભરવાની કામગિરિ પૂર્ણ કરવામાં આવી છે.
આગામી 28મી માર્ચની આસપાસ બોર્ડની પરીક્ષા યોજાવનારી છે, ત્યારે બોર્ડ દ્વારા દિવાળી બાદ વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ ભરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.ધોરણ 10માં અદાજીત 9.70 લાખની આસપાસ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવા માટે ફોર્મ ભર્યા છે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4,22,000 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હોવાનું સામે આવ્યું છે જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં હાલ વિદ્યાર્થીઓની ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા માર્ચ મહિના બીજા સપ્તાહમાં યોજાવનારી હતી પરંતુ કોરોના વધતા જતા કેસને લઈને પરીક્ષા 20 દિવસ પાછી ઠેલી ને 28 માર્ચના રોજ યોજાઈ શકે છે.હાલ કોરોના વધતા કેસને લઈને બોર્ડના વિદ્યાર્થીઓ ઓનલાઈન સહિત ઓફલાઈન શિક્ષણ હાંસલ કરી રહ્યા છે.જેમાં ધોરણ 10 અને ધોરણ 12 ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે.
