/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/31132521/maxresdefault-107-362.jpg)
ભરૂચના ગોલ્ડનબ્રિજ પર ફરી એક વખત ટ્રાફિકજામની સમસ્યા જોવા મળી હતી. બ્રિજની વચ્ચે કાર બગડી જતાં બ્રિજની બંને તરફ વાહનોની કતાર લાગી ગઇ હતી. પીક અવર્સમાં જ બનેલી ઘટનાના કારણે સેંકડો વાહનચાલકો અટવાય પડયાં હતાં.
ભરૂચ શહેરમાં થી પ્રસાર થતા ગોલ્ડન બ્રિજ,સરદાર બ્રિજ પર હવે ટ્રાફિક જામ રોજીંદો બની ગયો છે. બ્રિજ પરથી રોજના 10 હજાર કરતાં વધારે વાહનો પસાર થઇ રહયાં છે તેમજ બ્રિજના ભરૂચ તરફના છેડા ખાતે બ્રિજ બનાવવાની કામગીરીના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. બીજી તરફ નેશનલ હાઇવે પર ટ્રાફીકજામ રહેતો હોવાના કારણે કારચાલકો હાઇવેના બદલે ગોલ્ડનબ્રિજ પરથી પસાર થવાનું પસંદ કરી રહયાં છે. ચોવીસ કલાક વાહનોની અવરજવરથી ધમધમતાં ગોલ્ડનબ્રિજ પર શનિવારે સવારના સમયે બ્રિજની વચ્ચે કાર બગડી જતાં ટ્રાફિકજામ થઇ ગયો હતો. બ્રિજની બંને તરફ વાહનોની કતાર લાગી ગઇ હતી. આખરે બ્રિજને બંધ કરી ક્રેઇનની મદદથી બગડેલી કારને બહાર કાઢી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવામાં આવ્યો હતો.