Connect Gujarat
ટ્રાવેલ 

કપલ માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે બાલી, સસ્તામાં મળશે શાનદાર સુવિધાઓ, જાણો કેટલો લાગશે ખર્ચ.....

કપલ માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે બાલી, સસ્તામાં મળશે શાનદાર સુવિધાઓ, જાણો કેટલો લાગશે ખર્ચ.....
X

બાલી ભારતીયો વચ્ચે સૌથી વધુ જોવાવાળી એક ઇન્ટરનેશનલ જ્ગ્યામાની એક જ્ગ્યા છે. તેનું પહેલું કારણ એ છે કે ત્યાં બજેટની અંદર ફરી શકાય છે. જો તમે પણ લાંબા સમયથી બાલી ફરવા જવાનો પ્લાન કરી રહ્યા છો તો ચિંત ના કરો. આજે અમે તમારા માટે એવિ ટિપ્સ લઈને આવી ગયા છીએ જેની મદદથી તમે ઓછા ખર્ચમાં ત્યાં આરામથી ફરી શકશો.

જો તમે ઈચ્છો છો કે તમારું ટુર સસ્તામાં થઈ જાય તો પહેલા ફ્લાઇટથી જોડાયેલ નિયમોનું પાલન કરવું જોઈએ. જો તમે યાત્રાના થોડા દિવસ પહેલા જ ફ્લાઇટ બુક કરી દો તો તમને ટિકિટ ઘણી સસ્તી પડશે. જેટલું પાછળથી બુકિંગ કરશો એટલી ટિકિટની કિંમત વધારી જાય છે. બાલી જવા માટે 2 મહિના પહેલા જ ટિકિટ બુક કરવો જેથી તમને ડિસ્કઉન્ટ મળશે.

ઇન્ટરનેશનલ ટ્રીપ કરવા માટે સરેક લોકોને સૌથી પહેલા વિઝાની ચિંતા હોય છે. પણ તમને જણાવી દઈએ કે 30 દિવસ માટે બાલી જવાવાળા ભારતીયોને વિઝાની જરૂર પડતી નથી. બસ તમારે ઇમિગગ્રેશન કાઉન્ટરથી વિઝા છૂટ સ્ટેમ્પ મેળવી શકો છો. જેમાં તમારે એક રૂપિયાનો પણ ખર્ચ આવશે નહીં. જો તમે 30 દિવસથી વધુ સમય માટે જવાનું પ્લાન બનાવી રહ્યા છો. તો તમારે વિઝાની જરૂર પડશે. ઇન્ડોનેશિયાની કરન્સી કે આઇડિઆર છે અને તમને જાણીને ખુશી થશે કે અહિયાંના એક રૂપિયા = IDR 188 થાય છે. આમ તમે બાલીમાં રહીને ખુદને અમિર પણ સમજી શકો છો.

બાલીમાં રહીને ફરવાનો પૂરતો અનુભવ લેવો હોય તો તમારે એક અઠવાડિયાનો સમય લઈને જવું જોઈએ. જો તમારી પાસે આનાથી વધુ સમય છે અને બજેટ છે તો બાલીથી તમે આસપાસ બીજી જ્ગ્યા પર પણ ફરી શકો છો. બજેટ બગાડ્યા વિના તમે હોટેલ કે રિસોર્ટ માં રોકાઈ શકો છો. ત્યાં તમે એક રાત માટે 800 થી 1000 રૂપિયાના રેન્ટ પર રૂમ રાખી ને રહી શકો છો.

Next Story