Connect Gujarat
ટ્રાવેલ 

ચોમાસાની સિઝનમાં ફરવા જવું હોય તો આ સ્થળો ચુકતા નહિ, અચૂક મુલાકાત લેજો, મન એકદમ પ્રફુલ્લિત થઈ જશે...

શિમલામાં એક ઊંચી ટેકરી પર આવેલા જાખુ મંદિરની મુલાકાત પણ યાદગાર બની રહેશે. ખાસ કરીને અહીં હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમા પણ આકર્ષણનું કેન્દ્ર છે.

ચોમાસાની સિઝનમાં ફરવા જવું હોય તો આ સ્થળો ચુકતા નહિ, અચૂક મુલાકાત લેજો, મન એકદમ પ્રફુલ્લિત થઈ જશે...
X

ચોમાસામાં પ્રવાસન સ્થળો લગભગ લીલાછમ હોય છે. વરસાદની ઋતુમાં ખીણો, જંગલો, હિલ સ્ટેશનની મુલાકાત લેવી એ આનંદ અને રોમાંચથી ભરપૂર હોય છે.

મેકલોડગંજ:-

જો ચોમાસાની સિઝનમાં મેકલોડગંજની મુલાકાત લેવાનું આયોજન કરો છો, તો ત્યાંની પ્રાકૃતિક સુંદરતા તમારા માટે જીવનભરનો યાદગાર અનુભવ બની રહેશે. જો કે અહીં આખું વર્ષ પ્રવાસીઓની ભીડ રહે છે, પરંતુ વરસાદના દિવસોમાં ત્યાં જવું અદ્ભુત અનુભવથી ભરેલું હોય છે. ત્યાં હિમાચલ પ્રદેશ થઈને જવુ પડે છે. ધર્મશાળા પહોંચ્યા બાદ ત્યાંથી ટેક્સી અને બસ લઈને મેકલોડગંજ પહોંચી શકાય છે. હોટલ અને રહેવાની જગ્યા વગેરે ઇન્ટરનેટ પરથી જાણી શકો છો. તમે ત્યાં ફરવાની સાથે-સાથે ટ્રેકિંગ, કેમ્પિંગ અને એડવેન્ચર એક્ટિવિટીની પણ મજા માણી શકો છો.

સિક્કિમ:-

જૂન અને જુલાઈના દિવસોમાં નોર્થ ઈસ્ટના રાજ્ય સિક્કિમની એક સફર તમને જીવનભર સોનેરી યાદો આપશે. ત્યાં તમે નાથુ લા પાસ, ઈન્ડો-ચીન બોર્ડર અને રુમટેક મઠ જેવા સુંદર સ્થળો આવેલા છે. ત્યાં લાચુંગ અને યુમથાંગ ખીણનો સુંદર નજારો જોવા મળશે. સિક્કિમમાં તિસ્તા નદીમાં રિવર રાફ્ટિંગ પણ અલગ અનુભવ કરાવશે.

લેન્સડાઉન:-

ઉત્તરાખંડમાં આવેલુ લેન્સડાઉન તમારા માટે રોમેન્ટિક સફર બની શકે છે. અહીં જૂના મંદિરો, ચર્ચો અને પર્વતો પરથી ઉગતા વાદળો અને અસ્ત થતા સૂર્યની વચ્ચેના સુંદર અને કુદરતી નજારા તમારુ મન મોહી લેશે.

શિમલા:-

ચોમાસાની સિઝનમાં ફરવા માટે શિમલા શ્રેષ્ઠ સ્થળ છે. ત્યાં ખીણો, પર્વતો અને કેટલીક ખાસ જગ્યાઓ છે. શિમલા મોલ રોડ, ક્રાઈસ્ટ ચર્ચ, કુફરી, ચેઈલ, નારકંડા, ટાટા પાણી જેવી જગ્યાઓ ફરવા માટે શ્રેષ્ઠ છે. ત્યાંના બજારોની મુલાકાત લઈને તમે ખરીદી પણ કરી શકો છો. આ સિવાય શિમલામાં એક ઊંચી ટેકરી પર આવેલા જાખુ મંદિરની મુલાકાત પણ યાદગાર બની રહેશે. ખાસ કરીને અહીં હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમા પણ આકર્ષણનું કેન્દ્ર છે.

મેઘાલય:-

મેઘાલયમાં સુંદર ખીણો, પ્રાકૃતિક નજારાઓ આવેલા છે. વરસાદ તમને સ્વર્ગનો અહેસાસ કરાવશે અને પ્રકૃતિની લીલોતરી તમને શાંતિનો અનુભવ કરાવશે. ત્યાં તમે મલ્લિનોંગ ગામ અને મોસિનરામની મુલાકાત પણ લઈ શકો છો.

અલમોડા:-

અલમોડા દિલ્હીથી માત્ર 350 કિલોમીટરનું અંતરે આવેલું છે. પહાડી રાજ્ય ઉત્તરાખંડનો આ જિલ્લો તેના પ્રાકૃતિક અને સુંદર નજારો ધરાવે છે. મહત્વની વાત એ છે કે ત્યાં બધું સસ્તું મળશે, મુસાફરી પણ. અલ્મોડામાં તમારે જાગેશ્વર મંદિર, નંદા દેવી મંદિર, કાસર દેવી મંદિર અને સ્વામી વિવેકાનંદ મંદિરની મુલાકાત યાદગાર બની રહેશે.

Next Story