Connect Gujarat
ટ્રાવેલ 

શિયાળામાં વાળમાં શેમ્પૂ કરવા નથી માંગતા? તો આ ટ્રિક વાળને પાણી વગર કરશે સાફ.....

હાલ શિયાળાની ઋતુ શરૂ થઈ ગઇ છે. શિયાળામાં દરરોજ સવારે ઊઠીને સ્નાન કરવી કોઈ મુશ્કેલ કામથી ઓછું નથી.

શિયાળામાં વાળમાં શેમ્પૂ કરવા નથી માંગતા? તો આ ટ્રિક વાળને પાણી વગર કરશે સાફ.....
X

હાલ શિયાળાની ઋતુ શરૂ થઈ ગઇ છે. શિયાળામાં દરરોજ સવારે ઊઠીને સ્નાન કરવી કોઈ મુશ્કેલ કામથી ઓછું નથી. પરંતુ આમ છતાં દરરોજ સવારે સ્નાન કરવું જોઈએ અને તમારા શરીરની સ્વચ્છતા જાળવવી જોઈએ. સ્વચ્છતાને અનુસરીને તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. વાળની વાત કરીએ તો શિયાળામાં વાળની કાળજી રાખવી ખૂબ જ જરૂરી બને છે. ખાસ કરીને છોકરીઓને વાળ સાચવવામાં ખૂબ જ મુશ્કેલ પડી જાય છે. તો તમને જણાવી દઈએ કે શિયાળામાં વાળ ધોવા એક મુશ્કેલ કામ લાગે છે. અને કોઈ પાર્ટીમાં જવા માટે વાળ ધોવા જ પડે છે તો આજે અમે તમને જણાવીશું કે પાણીનો ઉપયોગ કર્યા વિના જ તમારા વાળને સ્વચ્છ અને સુંદર લુક કઈ રીતે આપી શકો છો.

ડ્રાય શેમ્પૂ વાપરો

શિયાળામાં વાળ ધોવાનું ના ગમતું હોય અને અચાનક જ વાળ ધોવાની જરૂર પડે તો તમે ડ્રાય શેમ્પુનો ઉપયોગ કરી શકો છો. આ શેમ્પુનો દરેક વ્યકતી સરળતાથી ઉપયોગ કરી શકે છે. તે ખોપરી ઉપરની ચામડીમાંથી ઓઇલ શોષી લે છે. અને આથી જ વાળ ધો વગર જ સુંદર દેખાય છે. આ શેમ્પૂ તમે બજારમાંથી કે ઓન લાઇન મંગાવી શકો છો. વેટ વાળ પર આનો ઉપયોગ બિલકુલ ના કરશો.

બેબી પાવડરનો ઉપયોગ કરો

તમે ડ્રાય શેમ્પૂની જેમ બેબી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. તે પણ ડ્રાઈ શેમ્પુની જેમ જ કામ કરે છે. આ માટે તમારા વાળને પાર્ટીશન કરીને વાળના મૂળમાં બેબી પાવડર છાંટવો જોઈએ. તેનાથી વાળની સ્ટીકીનેશ દૂર થશે અને તમારા વાળ ઓઇલી નહીં લાગે. પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ તમારા વાળને નુકશાન પહોચાડી શકે છે. તેથી જ બેબી પાવડરનો વધુ પડતો ઉપયોગ ટાળવો જોઈએ.

Next Story