Connect Gujarat
ટ્રાવેલ 

જો તમે પણ માર્ચ માહિનામાં ફરવા જવાનું વિચારી રહ્યા છો,તો આ જગ્યાઓ પર જરૂર મુલાકાત લો...

ફેબ્રુઆરીનો મહિનો પૂરો થવાના આરે છે અને માર્ચ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે જ્યારે શિયાળો વિદાય લઈ રહ્યો છે

જો તમે પણ માર્ચ માહિનામાં ફરવા જવાનું વિચારી રહ્યા છો,તો આ જગ્યાઓ પર જરૂર મુલાકાત લો...
X

ફેબ્રુઆરીનો મહિનો પૂરો થવાના આરે છે અને માર્ચ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે જ્યારે શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની ઋતુ ધીમે ધીમે દસ્તક આપી રહી છે. આ દરમિયાન ઉત્તર અને દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં માત્ર રાત્રિ અને સવારનો હળવો શિયાળો જ રહે છે.શિયાળાની ઠંડી પછી, આ એવો સમય હોય છે જ્યારે દરેક વ્યક્તિ ઘરની બહાર નીકળવાનું મન બનાવે છે. જો તમે પણ તમારા રોજિંદા જીવનથી દૂર થઈને પહાડો, બીચ ડેસ્ટિનેશન અથવા કુદરતી સૌંદર્ય વચ્ચે સમય પસાર કરવા ઈચ્છો છો, તો સુંદર સ્થળોની મુલાકાત લઈ શકો છો. તો જાણો આ સ્થળો વિષે...

માઉન્ટ આબુ, રાજસ્થાન :-


ઉત્તર ગુજરાત તરફ આવેલું આ સ્થળ જો તમે ગંગૌર પૂજાના ભવ્ય તહેવારનો આનંદ માણવા માંગતા હોવ તો માઉન્ટ આબુ એ માર્ચમાં રજાઓનું એક આદર્શ સ્થળ છે. વર્ષના આ મહિનામાં હવામાન ખુશનુમા હોય છે અને નજીકમાં ફરવા માટેના ઘણા સ્થળો છે. અહીં આવતા સમયે, તમારે તમારા પ્રવાસ કાર્યક્રમમાં અધર દેવી મંદિર, નક્કી તળાવ, ગૌમુખ મંદિર, અચલગઢ કિલ્લો જેવા સ્થળોની મુલાકાત લઈ શકાય છે.

ઉદયપુર, રાજસ્થાન :-


હોળીનો તહેવાર પણ માર્ચ મહિનામાં જ આવે છે, આવી સ્થિતિમાં બહુ ઓછા લોકો જાણે છે કે રાજસ્થાનના ઉદયપુરમાં પણ આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ સિવાય શહેરમાં ઘણા કિલ્લાઓ અને મહેલો પણ છે જ્યાં તમે રહી શકો છો અને શાહી શૈલીનો આનંદ લઈ શકો છો. માર્ચ મહિનામાં અહીં રજાઓ ગાળવાની યોજના બનાવો અને રાજસ્થાની ભોજનનો સંપૂર્ણ આનંદ લો.

તવાંગ, અરુણાચલ પ્રદેશ :-


આમ તો આખું અરુણાચલ પ્રદેશ ખૂબ જ સુંદર છે, પરંતુ અહીં એક અદ્ભુત શહેર છે, જેનું નામ તવાંગ છે. માર્ચ મહિનામાં અહીંનું વાતાવરણ એકદમ ખુશનુમા હોય છે. પ્રવાસ પ્રેમીઓને આ સ્થળ ખૂબ જ ગમે છે. આ સ્થાન દલાઈ લામાનું જન્મસ્થળ પણ છે અને અહીં ઘણા મઠો છે જેની મુલાકાત લઈ શકાય છે. આ સ્થળની સૌથી આકર્ષક વિશેષતા એ છે કે તે એક શાંતિપૂર્ણ સ્થળ છે .

શિલોંગ, મેઘાલય :-


મેઘાલયમાં આવેલું, આ સ્થળ તેના લીલાછમ મનોહર દૃશ્યો, છલકાતા ધોધ અને મનોહર ખુલ્લા લીલા મેદાનોને કારણે ભારતના સ્કોટલેન્ડ તરીકે ઓળખાય છે. પ્રાણી સંગ્રહાલય, સ્વચ્છ પાણીનું તળાવ અને મ્યુઝિયમ અહીંના પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ છે. આ સિવાય અહીંની સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિથી પરિચિત થવું એ પણ પોતાનામાં એક મહાન અનુભવ છે.

ઋષિકેશ, ઉત્તરાખંડ :-


ઋષિકેશ જવા માટે માર્ચમાં તમને એક અલગ જ અનુભવ થશે. તમે અહીં આવીને યોગ અને ધ્યાનનો પણ આનંદ માણી શકો છો. આ ઉપરાંત, રિવર રાફ્ટિંગ અને અન્ય પ્રવૃત્તિઓમાં પણ સામેલ થઈ શકે છે. આ સિવાય સાંજના સમયે તમે અહીંના શાંત ઘાટો પર બેસીને થોડો સમય વિતાવી શકો છો અને શાંતિનો અનુભવ કરી શકો છો.

Next Story