/connect-gujarat/media/post_banners/35f626fa8bcc69e223240afe31d71a6777cd8e2e87d49b50c7a3fb16e3cf9d43.webp)
ODI વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચ જોવા માટે મોટી સંખ્યામાં લોકો અમદાવાદ પહોચી રહ્યા છે. એવામાં જો તમે પણ અમદાવાદ આવ્યા છો તો ફાઇનલ જોવાની સાથે આ સ્થળની પણ મુલાકાત અચૂક લેજો.
લો ગાર્ડન
અમદાવાદમાં લો ગાર્ડન ખૂબ જ પ્રખ્યાત અને સુંદર પર્યટક સ્થળ છે. અમદાવાદમા હજાર આ બગીચો ખૂબ જ સુંદર છે. આ બગીચાની બહાર એક બજાર પણ આવેલી છે. આ બગીચાનું આયોજન સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવે છે. આમાં તમને સ્થાનિક લોકો દ્વારા બનાવવામાં આવેલી હેંડીક્રાફ્ટની વસ્તુઓ જોવા મળશે. બજારની બહાર ફેરિયા વાળાઓ પણ જોવા મળશે જ્યાં તમને ખાદ્યની ચીજો મળી રહેશે.
કાંકરીયા તળાવ
આમદવાદનું બીજું આકર્ષણ કાંકરીયા તળાવ છે. આ એક ખૂબ જ પ્રખ્યાત પિકનિક સ્પોટ છે. અહીં તમને અનેક પ્રકારની મનમોહક અને આનંદ માણી શકાય તેવી વસ્તુઓ મળી રહેશે. અહીં તમે ટોયટ્રેનની સવારી, બોટ રાઈડ, બલૂન રાઈડ, જેવી બીજી ઘણી પ્રવૃતિનો આનંદ માણી શકો છો.
સ્વામીનારાયણ મંદિર
અમદાવાદનું સ્વામિનારાયણનું મંદિર સૌથી પ્રખ્યાત ધાર્મિક સ્થળોમાનું એક છે. આ મંદિર ખૂબ જ ભવ્ય અને સુંદર છે. લોકો દૂર દૂરથી અહીં આ મંદિરના દર્શન કરવા માટે આવે છે. સ્વામિનારાયણ મંદીર ભગવાન નારાયણને સમર્પિત છે. તેનું આર્કિટેક્ચર ખૂબ જ સુંદર છે. જો તમે અમદાવાદમા હોવ તો આ મંદિરના દર્શન કરવાનું ના ચુકતા.
સાબરમતી આશ્રમ
અમદાવાદના સાબરમતી આશ્રમ વિષે સૌ કોઈ જાણે છે. આ પણ ખૂબ જ પ્રખ્યાત પર્યટક સ્થળ છે. આ આશ્રમમાં ગાંઘીજીના ખાદીના કુર્તા અને પત્ર હજી પણ હજાર છે. આ સાથે જ અહીં ઉપાસના મંદિર અને ગાંધી મ્યુઝિયમ પણ આવેલું છે. તમે અહીં મહાત્મા ગાંધી સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ વિષે પણ માહિતી મેળવી શકો છો.
માણેક ચોક
તમે અમદાવાદનાં માણેક ચોકની પણ મુલાકાત લઈ શકો છો. આ જગ્યા અનેક પ્રકારની જૂની પુરાણી ઇમારતોથી ધેરાયેલી છે. માણેક ચોકમાં સવારે શાક માર્કેટ ભરાય છે. બપોરના સમયે તે કરન્સી માર્કેટમાં ફેરવાઇ જાય છે. અને રાતે તે સ્ટ્રીટ ફૂડના વિવિધ સ્ટોલથી ભરાઈ જાય છે.