Connect Gujarat
ટ્રાવેલ 

ભારતની સૌથી સુંદર રોડ ટ્રીપ, કે જ્યાં મુસાફરી કરીને તમે પ્લેનમાં બેસવાનું પણ ભૂલી જશો....

રસ્તા દ્વારા મુસાફરી કરવું એ ખૂબ જ રોમાંચક છે. જે લોકો ફરવાના શોખીન હોય તે લોકો તો બસ મોકો જ ગોતતા હોય છે

ભારતની સૌથી સુંદર રોડ ટ્રીપ, કે જ્યાં મુસાફરી કરીને તમે પ્લેનમાં બેસવાનું પણ ભૂલી જશો....
X

રસ્તા દ્વારા મુસાફરી કરવું એ ખૂબ જ રોમાંચક છે. જે લોકો ફરવાના શોખીન હોય તે લોકો તો બસ મોકો જ ગોતતા હોય છે કે ક્યારે અને ક્યાં ફરવા જવું. આજે લોકો માટે ટ્રાવેલિંગ પર ખૂબ જ સરળ બની ગયું છે. ટ્રાવેલિંગની સાથે સાથે ના માત્ર આપણે ઇંજોય જ કરીએ છીએ પરંતુ અવનવા અનુભવો પણ કરીએ છીએ. તો આજે અમે તમને જણાવીશું એવા પ્લેસ જે રોડ ટ્રીપ માટે જ જાણીતા છે અને તેની એક વાર મુસાફરી કરી લેશો તો તમે વિમાનમાં બેસવાનું પણ બંધ કરી દેશો.

મુંબઈ થી ગોવા

મુંબઈ અને ગોવા આ પ્લેસ માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશી લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. રોડ ટ્રીપ દ્વારા મુંબઈ થી ગોવા 2 રીતે જવાઈ છે. તમે મુંબઈ પુણે એક્સ્પ્રેસ વે ની મદદથી કોલ્હાપૂર થઈને મુંબઈ જઇ શકો છો. અને જો તમે રોકાયા વગર મુસાફરી કરવા માંગો છો તો નેશનલ હાઇ વે 66 થી થઈને પણ જય શકો છો. બંને રોડ ખૂબ જ સુંદર છે તમે ગમે ત્યાથી રોડ ટ્રીપનો આનંદ લઈ શકો છો.

દિલ્હીથી લેહ

દિલ્હીથી લેહ તમને એક અલગ જ અનુભવ કરાવશે. રોડ ટ્રીપ દ્વારા તમે લેહ જવાનો પ્લાન બનાવી રહયા છો. તો તમને અહીં પહોચવામાં 29 કલાક જેટલો સમય લાગશે. પરંતુ આટલા કલાકો કેવી રીતે પસાર થશે તેની જાણ પણ નહીં થાય.

ઉધમપુર થી શ્રીનગર

સુંદરતાના મામલે કશ્મીર કોઇથી ઓછું નથી. ઉધમપુરથી શ્રીનગરની રોડ ટ્રીપ ખૂબ જ સુંદર છે. બસમાં ટ્રાવેલિંગ કરતી વખતે તમે શાનદાર વાદીયો નિહાળી શાંતિનો અહેસાસ કરી શકો છો. 7 કલાકના આ સફરમાં તમને એમ થશે કે બસ આ જ રસ્તે ચાલ્યા જઇયે.

જયપુરથી જેસલમેર

રાજસ્થાન જવાનું સૌ કોઈનું સપનું હોય છે. અહી રસ્તા પર દોડતી ગાડીઓ આને આજુબાજુ પર રણનો નઝારો જોવા મળશે. અહિ રોડ ટ્રીપ કરવાની મજા જ કઈક અલગ છે.

Next Story