ફક્ત આટલા રૂપિયામાં ફરી આવો થાઇલેન્ડ, IRCTC લાવ્યું એક સ્પેશ્યલ ટૂર પેકેજ

New Update
ફક્ત આટલા રૂપિયામાં ફરી આવો થાઇલેન્ડ, IRCTC લાવ્યું એક સ્પેશ્યલ ટૂર પેકેજ

થાઈલેન્ડ વિશ્વનું એક મુખ્ય પ્રવાસન સ્થળ છે. તે દક્ષિણ-પૂર્વ એશિયામાં સ્થિત છે. અહીં દર વર્ષે લાખો પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે. થાઈલેન્ડ તેની પ્રાકૃતિક સુંદરતા અને ઐતિહાસિક સ્થળો માટે જાણીતું છે. જો તમે પણ આ જગ્યાએ ફરવાનું વિચારી રહ્યા છો, તો IRCTC તમારા માટે એક ખાસ પેકેજ લઈને આવ્યું છે. આ ટૂર પેકેજ દ્વારા તમે માત્ર રૂ.55,000માં થાઈલેન્ડની આખી સફરનો આનંદ માણી શકો છો.

આ પેકેજ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી શરૂ થશે. આ પેકેજ 6 દિવસ અને 5 રાતનું હશે. આ પ્રવાસ 28 જુલાઈથી શરૂ થશે અને 2 ઓગસ્ટ સુધી ચાલશે. આ પેકેજમાં તમને નાસ્તો, લંચ અને ડિનરની સુવિધા મળશે. આ સાથે દરેકને ટૂર મેનેજર પણ મળશે. આ પેકેજમાં તમને પટાયા અને બેંગકોકમાં ફરવાની તક મળશે. આમાં તમને લખનઉથી બેંગકોકની ફ્લાઈટની સુવિધા પણ મળશે. અહીં તમને ઘણા બીચ અને બૌદ્ધ મંદિરોમાં ફરવાની તક મળશે. 

જો તમે પણ આ પેકેજનો આનંદ માણવા માંગો છો, તો તમારે એકલા પ્રવાસ માટે 64,300 રૂપિયા, બે લોકો માટે 55,200 રૂપિયા અને ત્રણ લોકો માટે 55,200 રૂપિયા ચૂકવવા પડશે.

Latest Stories