Connect Gujarat
ટ્રાવેલ 

તમે દશેરાની રજાઓમાં ગોવા જવાનો કરી રહ્યા છો પ્લાન? તો IRCTCનું સસ્તું પેકેજ ચેક કરી લો

તમે દશેરાની રજાઓમાં ગોવા જવાનો કરી રહ્યા છો પ્લાન? તો IRCTCનું સસ્તું પેકેજ ચેક કરી લો
X

જો તમે પણ ઓક્ટોબરમાં દશેરાની રજાઓમાં ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા હોવ તો ગોવાની મુલાકાત લો. જેના માટે IRCTC એક શાનદાર પેકેજ લઈને આવ્યું છે. IRCTC ગોવા ટૂર પેકેજ જો તમે ઓક્ટોબરમાં દશેરા દરમિયાન ક્યાંક ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો IRCTC એક શાનદાર પેકેજ લઈને આવ્યું છે. જેમાં તમે ગોવાની મુલાકાત લઈ શકો છો. તહેવાર દરમિયાન ગોવાનો એક અલગ જ નજારો જોવા મળે છે, તો ચાલો જાણીએ IRCTCના આ ટૂર પેકેજ વિશે.

ગોવા એક એવી જ્ગ્યા છે જયા તમે વર્ષમાં ગમે ત્યારે ફરવા જ્વાનો પ્લાન બનાવી શકો છો. પરંતુ ઓક્ટોબરથી ફેબ્રુઆરી મહિનામાં અહિ ફરવા જવા માટે બેસ્ટ માનવામાં આવે છે. કારણકે આ દરમિયાન અહી મોસમ ફરવા લાયક હોય છે અને સાથે જ અનેક ફેસ્ટિવલ પણ જોવા મળે છે.

જો તમે પણ ઓકટોબર માહિનામાં ક્યાય ફરવા જવાનું વિચારી રહ્યા છો. ટો તમે ગોવા ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. જેના માટે IRCTC એક શાનદાર પેકેજ લઈને આવ્યું છે.

આ પેકેજનું નામ છે GOA DELIGHT EX VISHAKHAPATNAM, આ પેકેજનો સમય 4 રાત્ર અને 5 દિવસનો છે. તમે આ ટુર ફ્લાઈટ દ્વારા કરી શકો છો. આ પેકેજ 20 ઓક્ટોબરથી શરુ થઈ 24 ઓક્ટોબર સુધીનું રહેશે. તમને રહેવા જમવા માટે હોટલની સુવિધા મળશે. સાથે તમને Travel Insuranceની સુવિધા પણ મળશે.

જો તમે આ ટુર પેકેજમાં એકલા જવા માંગો છો તો તમારે 39,010 રુપિયા ચુકવવા પડશે. તેમજ બે વ્યક્તિ માટે 28,750 રુપિયા ચુકવવા પડશે. આઈઆરસીટીસીએ આ ટુર પેકેજ વિશે ટ્વિટ કરી જાણકારી આપી છે. જેમાં કહ્યું કે, ગોવાની દીદાર કરવા માંગો છો તો આઈઆરસીટીસીના આ ટુર પેકેજનો લાભ લઈ શકો છો.

આ ટુર પેકેજ માટે બુકિંગ આઈઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા કરી શકો છો. વધુ જાણકારી માટે તમે આઈઆરસીટીસીની વેબસાઈટ પર વધુ માહિતી મેળવી શકો છો.

Next Story