Connect Gujarat
ટ્રાવેલ 

આબુ છોડો... હવે ગુજરાતની નજીક જ આવેલું છે એક સુંદર મજાનું હિલ સ્ટેશન, દાર્જિલિંગ જેવી આપશે ફિલિંગ....

રાજસ્થાન ભારતના મોટા રાજ્યોમાનું એક ગણવામાં આવે છે. તે સુંદરતામાં કોઈ બીજા રાજયોથી કમ નથી.

આબુ છોડો... હવે ગુજરાતની નજીક જ આવેલું છે એક સુંદર મજાનું હિલ સ્ટેશન, દાર્જિલિંગ જેવી આપશે ફિલિંગ....
X

રાજસ્થાન ભારતના મોટા રાજ્યોમાનું એક ગણવામાં આવે છે. તે સુંદરતામાં કોઈ બીજા રાજયોથી કમ નથી.ગુજરાતની જ બાજુમાં આવેલું હિલસ્ટેશન આબુ એક સુંદર પ્લેસ છે. જે ગુજરાતીઓ માટે ખૂબ જ પ્રિય પ્લેસ છે. પરંતુ આજે અમે માઉન્ટ આબુની વાત નથી કરતાં, અમે એક એવા હિલ સ્ટેશનની વાત કરીએ છીએ જેને ઘણા લોકો ઓડખતા પણ નહીં હોય. અહીં માત્ર ભારતીયો જ નહીં પરંતુ વિદેશી પ્રવાસીઓ પણ અહિ ફરવા માટે આવતા હોય છે.

રાજસ્થાનમાં એક ગોરખ ઘાટ નામની જ્ગ્યા આવેલી છે. જે તમને દાર્જિલિંગ જેવો જ અનુભવ કરાવશે. જેને રાજસ્થાનનું દાર્જિલિંગ અને કશ્મીર એમ બંને કહેવામા આવે છે. જયપુરથી તે 278 કિમી દૂર આવેલું છે. તમે વ્હીકલથી 5 કલાક 40 મિનિટમાં ત્યાં પહોચી શકો છો. આ ઘાટ ઉદયપુરથી 130 કિમી દૂર આવેલો છે. ગોરમ ઘાટ રેલવેનું નિર્માણ વર્ષ 1932માં બ્રિટિશર્સે કરાવ્યું હતું. આ રેલવે લાઈનને ખાસ કરીને મેવાડ અને મારવાડને જોડવા માટે બનાવવામાં આવ્યો હતો. રેલવે લાઈનના રસ્તામાં સુંદર પહાડોની સાથે સાથે સુરંગ પણ પડે છે. જેનાથી આ રસ્તો વધુ સુંદર બને છે. એટલું જ નહીં અહીં ટ્રેન લગભગ 172 નાના મોટા પુલથી પસાર થાય છે. પહાડો વચ્ચે રહેલા ગોરમ ઘાટથી જ્યારે ટ્રેન પસાર થાય છે ત્યારે દાર્જિલિંગ પણ તેની આગળ ફિક્કું લાગે છે.

અરવલ્લી પર્વતની ઘાટીઓમાં આવેલી આ ઘટી કોઈ સ્વર્ગથી કમ નથી. ગરમીઓમાં આ જ્ગ્યા ખૂબ જ સૂકુન વાળી લાગે છે. જ્યારે ટ્રેન અહીના પાટા પરથી પસાર થાય છે ત્યારે આજુબાજુનો નઝારો દિલ ખુશ કરી દે છે. આ બ્રિજ પર ઊભા રહીને ફોટોગ્રાફી પણ કરી શકો છો.

Next Story