કરો વીકેન્ડ પ્લાન, ચોમાસામાં અચૂક લો મજા આ ધોધની, મજા જ પડી જશે.....

ક્યારેક આપણે એવી ટ્રીપ પ્લાન કરતાં હોઈએ છીએ, જે આપણને શહેરના કોલહલથી દૂર રાખે.

કરો વીકેન્ડ પ્લાન, ચોમાસામાં અચૂક લો મજા આ ધોધની, મજા જ પડી જશે.....
New Update

જો તમે અમદાવાદી છો અને નજીકમાં જ ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમે 1 ડે પિકનિક માટે આ સિઝનમાં ઝાંજરી વોટરફોલનો પ્લાન કરી શકો છો. આ વોટરફોલ અમદાવાદથી 74 કિમી દૂર આવેલો છે. અહી તમે પરિવાર સાથે ખાસ પ્લાન કરી શકશો. વીકેન્ડ માટે આ બેસ્ટ પ્લેસ બની જશે.

શું છે ઝાંઝરીમાં ખાસ

વરસાદની સિઝનમાં ઝાંઝરીનું સૌંદર્ય ખીલી ઊઠે છે અને ઝરણું પણ સુંદરતાની ચરમસીમાએ હોય છે. એડવેન્ચર પ્રેમીઓ માટે આ ખાસ ટ્રેકિંગ અને હાઈકિંગ માટે પરફેક્ટ સાબિત થાય છે. જો તમે સાઈકલિંગ કરીને ઝરણા સુધી જશો તો તે સૌથી વધુ સુંદર હશે, અને ઝાંઝરી ઝરણા પર સાઇકલ ચલાવવાનું ખાસ છે. તમે ટ્રેકિંગ ની સાથે સાથે ઊંટની સવારી પણ માણી શકો છો. 

આગ ઝરતી ગરમીથી બચવા માટે સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય અહી ફરવા માટેનો બેસ્ટ માનવામાં આવે છે. ઝાંઝરી વાત્રક નદીમાંથી વહેતા ઝડપી પાણીની સાંકળ છે. જેમાં મુખું પાણીનો ધોધ 25 ફૂટ ઊંચો છે. ઝાંઝરી ધોધ બારમાસી ધોધ નથી પરંતુ ચોમાસામાં સોળેકલાએ ખીલી ઊઠે છે. 

આ સ્થળની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓગસ્ટ અને સપ્ટેમ્બર વચ્ચેનો છે. જોકે ઉનાળા દરમિયાન ધોધના પ્રવાહમાં ઘટાડો થાય છે. પરંતુ ચોમાસામાં આ સ્થળ પર ચોક્કસ મુલાકાત લીધા જેવુ છે. જો તમે ફોટોગ્રાફીના શોખીન છો તો તમને આ સ્થળ ચોક્કસ ગમશે.

#waterfall #Monsoon Travel #Travel News
Here are a few more articles:
Read the Next Article